ગુજરાત કોંગ્રેસમાં એક તરફ અલ્પેશ ઠાકોરને લઈ ચર્ચા ચાલી તો બીજી તરફ ધાનાણીએ રાજીનામું આપી દીધુ

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાના પદે પરથી પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધુ છે. ધાનાણીએ લોકસભા ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધુ છે. પોતાના રાજીનામા સાથે ધાનાણીએ કહ્યું કે નેતૃત્વની દ્રષ્ટિએ નવા ચહેરાને સ્થાન મળવું જોઈએ. મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અને હજુ પણ રાહુલ ગાંધી પોતાની વાત પર અડગ છે. ત્યારે પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમને મનાવવાની કોશિશ કરી રહ્યા છે.

READ  VIDEO: વિધાનસભા સત્રમાં અશાંત ધારા સુધારા વિધેયક બહુમતી સાથે પસાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ PM મોદીએ કહ્યું હતું કે, TMCના 40 ધારાસભ્ય મારા સંપર્કમાં છે, 2 MLAએ દિલ્હીમાં ખેસ ધારણ કરી લીધો

રાહુલ ગાંધીના પ્રસ્તાવ બાદ કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીનામાનો પ્રસ્તાવ રાખ્યો છે. તો 2 દિવસ પહેલા જ ધાનાણીએ રાજીનામાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનો અમલ કરી દીધો છે. પરંતુ મૂળ વાત એવી છે કે ધાનાણીનું રાજીનામું સ્વીકારવું કે નહીં તેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે.

 

FB Comments