નવજ્યોત સિંહ સિદ્ધૂ પર પરેશ રાવલે કહી દીધી એવી વાત કે સોનિયા ગાંધીની સમજણ સામે જ ઊભો કરી દીધો સવાલ

પુલવામા આતંકી હુમલા બાદ પંજાબના પ્રધાન અને પૂર્વ ક્રિકેટર નવજ્યોત સિંહ સિદ્ધૂ પોતાના નિવેદનના કારણે વિવાદોમાં છે.

 

આ જ વિવાદમાં હવે ભાજપના સાંસદ અને બૉલીવુડ અભિનેતા પરેશ રાવલે પણ ઝંપલાવ્યું છે. પરેશ રાવલે એવું ટ્વીટ કર્યું છે કે સિદ્ધૂની સાથે-સાથે કૉંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને પણ નિશાને લઈ લીધા છે.

READ  ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી

સિદ્ધૂને ધ કપિલ શર્મા શોમાંથી હાંકી કઢાયા બાદ પરેશ રાવલે હવે એક ટ્વીટ કરતા નવજ્યોત સિંહ સિદ્ધૂના બહાને સોનિયા ગાંધી પર કટાક્ષ કર્યો છે. પરેશે લખ્યું છે, ‘સોની ટીવી વાળા સોનિયા ગાંધી કરતા વધુ સમજદાર છે.’

નોંધનીય છે કે સિદ્ધૂએ પુલવામા આતંકી હુમલા બાદ કહ્યુ હતું, ‘આપ આ હુમલાનો દોષ આખા દેશ પર ન લગાવી શકો. આખા દેશ કે કોઈ એકને આનો દોષ આપવો યોગ્ય નથી.’ સિદ્ધૂએ પાકિસ્તાન સામે ચોતરફ દેશમાં ફાટી નિકળેલા રોષ સાથે સૂર ન પુરાવતા અને પાકિસ્તાન પ્રત્યે કૂણુ વલણ વ્યક્ત કરતા દેશના લોકો નારાજ થઈ ગયા હતાં અને સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા થઈ હતી. ત્યાર બાદ સામાન્ય લોકોની લાગણીને માન આપી સોની ટીવીએ સિદ્ધૂને ધ કપિલ શર્મા શોમાંથી બહાર કરી દીધા હતાં.

[yop_poll id=1551]

READ  સલમાન ખુર્શીદે ફરી રાહુલ ગાંધીને પોતાના નેતા ગણાવતા કહ્યું કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ બનવું જોઈએ

‘Centre afraid’, says Sharad Pawar as NIA takes over Bhima Koregaon case| TV9News

FB Comments