પરીક્ષા પર ચર્ચાઃ PM મોદીએ 18 વર્ષ જૂની ક્રિકેટ મેચને યાદ કરી, કહ્યું કે અનિલ કુંબલેમાંથી આ ગુણ શીખવા જોઈએ

Pariksha Pe Charcha 2020: PM Modi e 18 years juni cricket match ne yad kari kahyu ke anil kumble mathi aa gun shikhva joie

‘પરીક્ષા પર ચર્ચા 2020’ કાર્યક્રમમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈ તેમના સીધા પ્રશ્નો વડાપ્રધાન મોદીને પૂછી શકે છે. તેની સાથે જ વડાપ્રધાન પણ બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે અને પરીક્ષાને લઈ જે પણ ડર વિદ્યાર્થીઓના મનમાં છે, તેને દુર કરવાનો પ્રયત્ન કરશે.

Image result for pariksha pe charcha"

ત્યારે એક વિદ્યાર્થીએ વડાપ્રધાન મોદીને પ્રશ્ન પૂછ્યો કે બોર્ડ પેપરના કારણે મૂડ ઓફ થઈ જાય તો અમારે ક્યા પ્રકારે પોતાની જાતને ઉત્સાહિત કરીએ? તો જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિદ્યાર્થીઓનો મૂડ ઓફ ના થવો જોઈએ પણ એવું કેમ થાય છે, મોટાભાગે આ બહારની પરિસ્થિતીઓના કારણે થાય છે. જ્યારે આપણે ભણવા બેસીએ છીએ તો મમ્મીને કહીએ છીએ કે 6 વાગ્યે ચા પીવી છે પણ જો સમય પર ચા નથી આવતી તો મૂડ ખરાબ થઈ જાય છે પણ જો તેને બીજી રીતે વિચારીએ તો તે પણ મનમાં આવવું જોઈએ કે મમ્મીને કઈ થયું તો નથી, કારણ કે તમે અપેક્ષાને પોતાની સાથે જોડી દીધી છે, તેથી એવું થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Image result for anil kumble 2002 match"

ત્યારે વડાપ્રધાન મોદીએ તે દરમિયાન જણાવ્યું કે 2002માં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ મેચ રમવા ગઈ હતી ત્યારે અનિલ કુંબલેને ઈજા થઈ હતી અને તેમને પટ્ટી બાંધીને મેચ રમી હતી. ત્યારબાદ અનિલ કુંબલેએ સમગ્ર માહોલ બદલી દીધો હતો. તે સમયે અનિલ કુંબલેએ હાર માની ન હતી.

READ  હવે ગુજરાતમાં પણ સંવિધાન બચાવો રેલી, જાણો ક્યાં થયું આયોજન અને કોણ કોણ રહેશે હાજર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Image result for anil kumble 2002 match"

ત્યારે તમને જણાવી દઈએ કે 2002માં ભારત-વેસ્ટઈન્ડિઝની વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી હતી. ત્યારે કુંબલેને મર્વન ઢિલ્લનનો બાઉન્સર બોલ વાગ્યો હતો અને તેમના માથા અને જડબામાંથી લોહી નીકળી રહ્યું હતું. ત્યારે અનિલ કૂંબલેને મેદાનમાંથી બહાર લાવવામાં આવ્યા અને ત્યારબાદ તે ફરી મેચ રમવા માટે આવી ગયા અને જડબામાં ઈજા થવા છતાં તેમને બોલિંગ કરી હતી.

READ  દિલ્હી વિધાનસભા ચૂંટણી: આજે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, ઉમેદવારોનું લિસ્ટ જાહેર થઈ શકે

Image result for anil kumble 2002 match"

અનિલ કુંબલેએ માથાથી લઈ જડબા સુધી પટ્ટી બાંધી રાખી હતી અને તેમને 14 ઓવરની બોલિંગ કરી હતી. તે દરમિયાન તેમને આક્રમક બેટ્સમેન બ્રાયન લારાની પણ વિકેટ લીધી હતી અને મેચ પછી જાણવા મળ્યું કે કુંબલેના જડબામાં ફ્રેક્ચર હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જો તે ના પણ રમતા તો દેશ તેમને દોષ ના આપતો પણ તેમને નક્કી કર્યુ કે મારી જવાબદારી છે, તેમને પટ્ટી લગાવી અને મેદાનામાં ઉતર્યા. તેમને બ્રાયન લારાની વિકેટ લીધી અને સમગ્ર પરિસ્થિતી બદલી દીધી. એટલે કે એક વ્યક્તિનો સંકલ્પ અન્ય લોકોના મોટિવેશનનું પણ કારણ બની જાય છે.

 

READ  VIDEO: ધંધૂકા બરવાળા રોડ પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 4 લોકોના મોત
Oops, something went wrong.
FB Comments