ગ્રામસભા યોજવાના મુદ્દે 2 યુવાનોની પોલીસે અટકાયત શું કરી કે 1 હજાર લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનને જ ઘેરી લીધુ

લોકસભાની ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. ગ્રામસભા યોજવાના મુદ્દે નવસારી જિલ્લામાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. 

નવસારી જિલ્લાના ચિખલી, વાંસદા અને ખેરગામ તાલુકાઓમાં રૂઢિ પ્રથા ગ્રામ સભાઓ યોજવામાં આવી રહી છે.  રૂઢિ પ્રથા ગ્રામસભાને લઈને ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા મામલો વધુ પેચીદો બન્યો છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગેરકાયદેસર રીતે સભા યોજવાના ગુનામાં 2 યુવાનોની અટક કરાતા 1 હજાર જેટલા આદિવાસી સમાજના લોકોએ પોલીસ સ્ટેશનમાં હલ્લો મચાવ્યો હતો અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરણા શરૂ કર્યા હતા.

 

READ  VIDEO: ‘મહા' વાવાઝોડાની અસરથી વરસ્યો વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

બાદમાં ભાજપના કાર્યકરો ધરણાના વિરોધમાં ઉતરી આવતા વાતાવરણ ગરમાયુ હતું.  પોલીસે સમયસૂચકતા વાપરી સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.  ગામમાં સરપંચ અને તલાટીની ગેરહાજરીમાં ગામની અંદર બહારના  ઈસમોની હાજરીમાં રૂઢિ ગ્રામસભા યોજવાની પ્રક્રિયાને ગુજરાત સરકારના પંચાયત વિભાગે ગેરકાયદેસર ઠરાવી છે. તે અંતર્ગત કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. અકળાયેલાં ગ્રામજનોએ પોલીસ મથકે હલ્લા બોલ કરતા મામલો ગરમાયો હતો જેના લીધે પોલીસે બાદમાં સમજાવટ દ્વારા આખા મામલાને ઠંડો પાડ્યો હતો.

READ  શિક્ષણપ્રધાનની સ્પષ્ટતા રાજ્યમાં 6 હજાર જેટલી શાળાઓ મર્જ કરવાનું કોઈ આયોજન નથી

[yop_poll id=1789]

Oops, something went wrong.
FB Comments