17 જૂનથી શરૂ થશે લોકસભાનું પ્રથમ સત્ર, 5 જુલાઈએ જાહેર થશે બજેટ

શપથગ્રહણ અને મંત્રીમંડળની જાહેરાત કર્યા પછી મોદી સરકારે પહેલા સંસદ સત્રની જાહેરાત કરી દીધી છે. સંસદનું પહેલુ સત્ર 17 જૂનથી શરૂ થશે. જે 26 જુલાઈ સુધી ચાલશે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે, ત્યારબાદ 20 જૂનથી બજેટ સત્રની શરૂઆત થશે અને 5 જુલાઈએ બજેટ જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બજેટ સત્રને લઈને જણાવ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 20 જૂને સંસદના સત્રને સંબોધિત કરશે. 16મી લોકસભામાં સુમિત્રા મહાજન સ્પીકર હતા પણ આ વખતે તેમને લોકસભાની ચૂંટણી લડી નથી.

 

READ  ગાડી માટે પસંદગી નંબર લેવા એક સુરતીએ ચૂક્વ્યા 1.50 લાખ રૂપિયા!

ઉલ્લેખનીય છે કે સત્તામાં ફરી આવ્યા પછી વડાપ્રધાન મોદીએ શપથગ્રહણ બાદ જે પ્રથમ અને મોટો નિર્ણય લીધો છે. તેમાં શહીદોના બાળકોને આપવામાં આવતી સ્કોલરશિપમાં વધારો કર્યો છે.

 

Oops, something went wrong.
FB Comments