રાજ્યસભામાં SPG બિલ પાસ, કોંગ્રેસે કર્યું વોકઆઉટ તો અમિત શાહે આપ્યા જવાબ

parliament-winter-session-spg-amendment-bill-passed-in-rajya-sabha

લોકસભામાં એસપીજી બિલ પાસ થઈ ગયું છે. મોદી સરકારે એસપીજી બિલમાં પાંચમું સંશોધન કર્યું છે. આ બિલ પહેલાં ભારતમાં કુલ 4 લોકોને એસપીજી સુરક્ષા આપવામાં આવતી હતી. હવે માત્ર વડાપ્રધાનને જ આ સુરક્ષા મળી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગાંધી પરિવારની વાત કરીએ તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને આ સુરક્ષા આપવામાં આવતી હતી. મોદી સરકારે કાયદામાં સંશોધન કર્યું છે અને એસપીજી સુરક્ષા વડાપ્રધાન માટે જ રાખી છે.

READ  નિભર્યા કેસ: સુપ્રીમ કોર્ટના જજ થયા બેહોશ, વધુ સુનાવણી મુલતવી રાખવામાં આવી

કોંગ્રેસનો ગુસ્સો આ બિલના લીધે દેખાયો હતો. રાજ્યસભામાં આ બિલને લઈને કોંગ્રેસે વોકઆઉટ કરી દીધું હતું. આ બાજુ અમિત શાહે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કહ્યું હતું કે એસપીજી સુરક્ષા ગાંધી પરિવાર માટે જ કેમ? અમને પરિવાર સાથે કોઈ વાંધો નથી પણ પરિવારવાદ સાથે છે. અમિત શાહે કહ્યું કે આપણે લોકશાહીમાં છીએ. એસપીજી સુરક્ષાને કોઈ સિમ્બોલ કે સ્ટેટસ ગણવી ના જોઈએ. ગાંધી પરિવારની સુરક્ષા પાછી ખેંચવામાં આવી નથી, સુરક્ષા બદલવામાં આવી છે. વધુમાં અમિત શાહે ઉમેર્યું કે આ બિલ કોઈ જ રાજનીતિક મંશા સાથે લાવવામાં આવ્યું નથી.

FB Comments