અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા સુલતાન મહોલ્લામાં આવેલા એક મકાનનો ગેલેરીનો ભાગ તૂટી પડયો હતો. આ મકાન 90 વર્ષ જુનુ અને જર્જરીત હાલતમાં છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે અગાઉ બે વાર આ મકાનનો ભાગ તૂટી પડયો હતો જેમાં એક મહિલાનુ મોત થયુ હતું. સુલ્તાન મહોલ્લાના સ્થાનિકોએ અનેકવાર કોર્પોરેશનમાં આ મકાન તોડી પાડવા માટે રજુઆત કરી છે તેમ છતાં કોર્પોરેશનના સત્તાધીશો કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.

મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડતા ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા અને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવી હતી.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
Hits: 29
Comments are closed, but trackbacks and pingbacks are open.