રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સારા વરસાદની આગાહી, આ જિલ્લામાં પડશે સૌથી વધુ વરસાદ

રાજ્યના લોકો માટે આનંદના સમાચાર છે. ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી સારા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 25 જૂન સુધી વરસાદ પડી શકે છે. રાજ્યના અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી, દમણ, ભાવનગર અને અમરેલી સહિતના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો અમદાવાદ શહેરમાં ચાર દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

READ  IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 287 રનનો લક્ષ્યાંક આપ્યો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો રહેશે

હાલમાં બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાયું છે. આ લૉ પ્રેશર પશ્ચિમ રાજસ્થાનમાં આકાર પામ્યું છે. જે ગુજરાતમાં સારો વરસાદ લાગવી શકે છે. મહત્વનું છે કે વાયુ વાવાઝોડા દરમિયાન રાજ્યના અનેક સ્થળો પર વરસાદ વરસ્યો હતો. પરંતુ ત્યારબાદ અસહ્ય બફારો થઈ રહ્યો છે. ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે લોકો પણ હવે જલ્દીમાં જલ્દી મેઘરાજા પધારે તેની રાહ જોઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા' જોયા પછી દર્શકો કો કૈસા લગા- Film Review

 

FB Comments