લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે

આવતીકાલથી લોકોને ગરમીમાં થોડી રાહત મળી શકે છે. શુક્રવારથી ગુજરાતમાં પ્રિમોન્સૂન ગતિવિધિનો પ્રારંભ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ધોમધખતા તાપમાંથી આવતીકાલથી લોકોને રાહત મળી શકે છે. શુક્રવારથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ આવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઝાંપટા પડી શકે છે.

 

READ  Suspected child trafficker thrashed by mob in Junagadh

વિજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડી શકે છે. ત્યારે પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. 12 મે સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન પલટાવાની શક્યતા છે.

 

Oops, something went wrong.
FB Comments