2 દિવસ હળવા વરસાદની આગાહી: ભર શિયાળે ચોમાસાનો માહોલ, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું

Parts of Gujarat receives unseasonal rains, more showers likely

ગઈકાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સુઈગામના વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો પાટણના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારે ગાઢ ધુમ્મસ, વાહન ચાલકોને મુશ્કેલી

કચ્છના માંડવી, અબડાસા, નલિયા અને રાપર પંથકમાં માવઠું પડયું તો દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. આ તરફ રાજકોટના કોટડાસાંગણી અને ગોંડલ પંથકમાં પણ વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. તો જામનગરના કાલાવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર વરસાદી પાણીના વહેણ જોવા મળ્યા હતા. માવઠાના કારણે રવી પાકને ભારે નુકસાનીની ભીતિના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.

READ  કોરોના વાઈરસની દહેશત વચ્ચે રાજ્યમાં પેટા ચૂંટણી રખાઈ મોકૂફ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments