મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ, રેલવે સ્ટેશન સહિત લોકોના ઘરમાં ઘુસ્યું પાણી, જુઓ VIDEO

મહાનગરી મુંબઈમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. મુંબઈના ઘાટકોપર, માનખુર્દ, ગોવંડી, કુર્લા, સાકીનાકા, મુલુંડ, ભાંડુપ અને ચેંબૂરમાં ભારે વરસાદ વરસ્યો છે. માહિતી અનુસાર વરસાદના કારણે મધ્ય રેલવે 20 મિનિટ મોડી ચાલી રહી છે. જેથી મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO

મુંબઈ પશ્ચિમ અને ઉપનગરોમાં પણ વરસાદ વરસતા અંધેરી, બોરીવલી, ઘાટકોપર, પવઇ, કલ્યાણ, બદલાપુર જેવા વિસ્તારમાં મેઘ મહેર યથાવત છે. તો ભિવંડી સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કર્યો. રેલવે સ્ટેશન બાદ લોકોના ઘરમાં પાણી ઘુસી જતા મુસાફરો સહિત સ્થાનિક રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી

 

FB Comments