ઈયળોએ મચાવ્યો આતંક: એકાએક ઈયળોનો ઉપદ્રવ વધી જતા એરંડાનો તમામ પાક નાશ પામ્યો, જુઓ VIDEO

Patan: Farmers face huge loss after crop destroyed by pest attack

પાટણમાં માવઠાએ ભલે ખેડૂતોની મુશ્કેલી ન વધારી હોય પરંતુ ઈયળોએ જગતના તાતની ઊંઘ હરામ કરી દીધી છે. પાટણના સાંતલપુરમાં ઈયળોએ જાણે આતંક મચાવ્યો છે. ખેતરોમાં એકાએક ઈયળોનો ઉપદ્રવ એવો વધી ગયો કે એરંડાનો તમામ પાક નાશ પામ્યો છે. ચોમાસુ વિત્યા બાદ ખેડૂતોને આશા હતી કે, એરંડાનું વાવેતર કરવાથી વર્ષ સારુ જશે. પરંતુ ઈયળોએ ખેતરનો તમામ પાકનો નાશ કરી દીધો છે.

READ  VIDEO: દિવાળીના તહેવારને લઈ પ્રવાસીઓનો ધસારો જોતા ST વિભાગે 1200 જેટલી વધુ બસો દોડાવી

 

આ પણ વાંચો: VIDEO: મિશ્રઋતુને કારણે રોગચાળાના કેસમાં વધારો, ચાલુ વર્ષે શંકાસ્પદ ડેન્ગ્યુથી 9 લોકોના મોત

ખાસ કરીને સાંતલપુરના મઢૂત્રા ગામમાં ઈયળોના ત્રાસથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ધરતીપુત્રોએ 15 હજાર હેક્ટર જમીનમાં એરંડાનું વાવેતર કર્યું હતું. પરંતુ તમામ પાક નાશ પામ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અન્યાય સામે અને અધિકાર માટે થશે આંદોલન! દક્ષિણ ગુજરાતના ખેડૂતો સરકાર સામે ફૂંકશે રણશિંગુ

એવુ નથી કે ખેડૂતો પાકને બચાવવા માટે દવા નથી છાંટતા પરંતુ દવા છાંટ્યા બાદ પણ એક દિવસમાં ફરી ઈયળો આવીને પાકનો નાશ કરી નાખે છે. જેના કારણે ખેડૂતોને બમણુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે ઈયળોના કારણે ત્રાસી ઉઠેલા ખેડૂતો સરકાર પાસે મદદની આશ લગાવી રહ્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમમાં રહેલા સાધકો માલસામાન સાથે થઈ રહ્યા છે રવાના, જુઓ VIDEO

 

 

FB Comments