ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’નો ફર્સ્ટ લૂક આઉટ, કંઇક આવો છે કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર, અનન્યા પાંડેનો લૂક

બોકસ ઓફિસ પર વધુ એક ન્યુ ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ની એન્ટ્રી થવાની છે. આ ફિલ્મના પોસ્ટરનો ફર્સ્ટ લૂક આઉટ થયો છે. અભિનેતા કાર્તિક આર્યને ટ્વિટ કરી તેનો, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેનો ઓફિશિયલ લૂક પોસ્ટ કર્યો છે. આ ફિલ્મમાં કાર્તિક એક સામાન્ય વ્યકિતના લૂકમાં જોવા મળશે.

https://twitter.com/TheAaryanKartik/status/1183979611647950849?s=20

બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યનના કેરિયરનો ગ્રાફ તેજીથી ઉપર જઇ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે ઓછા બજેટવાળી અનેક ફિલ્મો કરી છે. જેની 100 કરોડથી વધુ કમાણી થઇ છે. અને હવે કાર્તિકની આવી રહી છે આ ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો.’ જેના પોસ્ટર સાથે કાર્તિકે લખ્યું છેકે, “મળો ચિન્ટુ ત્યાગીને, કાનપુરનો સૌથી આદર્શવાદી પતિ.”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: દેશભરના 15 હજાર જવેલર્સને આવકવેરા વિભાગે આ કારણથી ફટકારી નોટિસ

વાત કરીએ ભૂમિ પેડનેકરની તો આ ફિલ્મમાં તેને એક સ્ટાઇલિસ્ટ હાઉસવાઇફનો લૂક આપવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં કાર્તિકે લખ્યું છેકે, “ચિન્ટુ ત્યાગીને વેદિકાથી સારી પત્ની ક્યા મળશે? નજર ના લાગે.”

https://twitter.com/TheAaryanKartik/status/1183998136622157827?s=20

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

https://twitter.com/TheAaryanKartik/status/1184013061503385600?s=20

હવે વાત કરીએ અનન્યા પાંડેની, જેના લૂકને લઇ પોસ્ટર પર લખવામાં આવ્યું છેકે, “આ અગ્નિપથ છે, આને કોઇ પાર નથી કરી શકતું.” અનન્યા પાંડેનો પણ સ્ટાઇલિસ્ટ લૂક જોવા મળી રહ્યો છે. ખબરોના મત્તે, આ ફિલ્મમાં ચિન્ટુ ત્યાગીની સેક્રેટરીના કિરદારમાં અનન્યા જોવા મળશે. આ ત્રણેયના લૂકને દર્શકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે.

READ  બોલિવુડ સ્ટાર કાર્તિક આર્યનનો હટકે અંદાઝ, ગુજરાતની પ્રથમ કોરોના વિજેતા સાથે સંવાદ કર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments