પહેલાં દાદાગીરી પછી ગાંધીગીરી, જાણો ટિકીટ માગણીને લઈને કોંગ્રેસમાં શું થયું?

અમરાઈવાડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેનર લાગ્યા હતા. ઉમેદવારોની પસંદગીમાં અસંતોષને લઈને પોતાના ઉમેદવારને ટીકિટ આપવા માટે બેનર લગાવવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :  રાજ્યભરમાં તમામ RTO જાહેર રજા અને શનિ-રવિના દિવસે પણ રહેશે ચાલુ

પ્રભારી રાજીવ સાતવ આજે પ્રદેશ કાર્યાલય ખાતે ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવા માટે ચૂંટણી સમિતિની બેઠક યોજવાના હતા તે પહેલાં જ આ પ્રકારના બેનર લાગતા અફરાતફરી મચી ગઇ હતી. અમરાઈવાડી બેઠક પર જ્યોર્જ ડાયસને ટીકીટ આપવા બેનર લગાવવામાં આવ્યું હતું. વિવાદ થતાં કોંગ્રેસ દ્વારા બેનર હટાવી દીધું હતું.

READ  ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠક પર ચૂંટણી માટે 25 તારીખે કોંગ્રેસના 2 ઉમેદવારો ફોર્મ ભરી શકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્રભારી કોંગ્રેસ કાર્યાલય પહોંચે તે પહેલાં બેનર દૂર કરવામાં આવ્યું હતું. જ્યોર્જ ડાયસના સમર્થકોએ ટીકીટ માટે સુત્રોચ્ચાર પણ કર્યા હતા. ત્યાર બાદ જ્યોર્જ ડાયસે પેટા ચૂંટણીની ટીકિટ માટે ગાંધીગીરી કરી હતી. અમરાઈવાડીની ટિકિટ માંગવા દાવેદાર ગુલાબનું ફૂલ લઈ પહોંચ્યા હતા. જ્યોર્જ ડાયસ સમર્થકો સાથે પ્રદેશ કાર્યાલય ટિકિટ માંગવા પહોંચ્યા હતા. ટિકિટ માંગવા માટે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો હતો. પ્રદેશ પ્રમુખને ગુલાબનું ફૂલ આપી અમરાઈવાડીની ટિકિટની માંગણી કરી હતી.

READ  Surat Hooch Tragedy : Death toll in hooch tragedy rises to 19 - Tv9 Gujarati

 

Oops, something went wrong.
FB Comments
About Dipen Padhiyar 13 Articles
Dipen Padhiyar Principal Correspondent TV9 Gujarat Ahmedabad