શું કામ પાકિસ્તાનના લોકો ઈચ્છી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન ના બને?

23મેના રોજ આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો પર પાડાશી દેશ પાકિસ્તાન પણ નજર રાખીને બેઠુ છે. બંને દેશોની વચ્ચે સીમા તણાવને જોઈને પાકિસ્તાનની ચૂંટણીના પરિણામોમાં રસ નથી. તે સિવાય પાકિસ્તાનમાં રહેતા ઘણાં લોકોના ભારતમાં કૌટુબિંક સંબંધ પણ છે.

પાકિસ્તાનના નાગરિકોનું કહેવું છે કે તે નથી ઈચ્છતા કે નરેન્દ્ર મોદી બીજી વાર સત્તામાં આવે. તેની પાછળનું કારણ છે કે ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને આંતકીઓને ઠાર કરવા માટે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકથી લોકો ગભરાઈ ગયા છે.

 

READ  ટ્રાફિક ચલણની રકમ કોના ખાતામાં જાય છે? જાણો એક ક્લિક પર..

મોટાભાગના પાકિસ્તાની નાગરિક નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકાર ફરી ના આવે તેવું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ કહ્યું કે મને નરેન્દ્ર મોદી બહુમત સાથે ફરીથી સત્તામાં આવે તેની પર શંકા છે. મને વિશ્વાસ છે કે તેમને બહુમત નહીં મળે, જે પાકિસ્તાન માટે સારૂ છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે જો મોદી 2019ની ચૂંટણી જીતશે તો બંને દેશોની વચ્ચે શાંતિવાર્તાની વાત સારી થશે. ત્યારે લંડનમાં રહેતા પાકિસ્તાની બિઝનેસમેને કહ્યું કે પાકિસ્તાનમાં રહેતા લોકોનો વિચાર વિદેશમાં રહેતા લોકો કરતા અલગ છે.

READ  કાશ્મીર મુદ્દે આખરે UNSCમાં પણ પાકિસ્તાનને મળી પછડાટ, જાણો UNSCએ શું આપ્યો જવાબ

આ પણ વાંચો: 200થી વધારે દેશમાં જોવાશે વલ્ડૅકપ, ભારતમાં આ 7 ભાષામાં થશે પ્રસારણ

અમારૂ માનવું છે કે નરેન્દ્ર મોદીને ફરીથી સત્તા મળવી જોઈએ. તેથી પાકિસ્તાનની ધરતીથી સંચાલિત થતાં આતંકવાદી સંગઠનો માટે તે એક સારૂં કામ કરશે અને પાકિસ્તાન સરકાર પર અમારી માતૃભૂમિથી આતંકવાદને ખત્મ કરવા માટે દબાણ કરશે.

 

Hyderabad rape-murder accused shot dead : Social Activist Trupti Desai hails police action | Tv9

FB Comments