હવામાં ફેંકેલું પાણી પળવારમાં બની જાય છે બરફ, જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ VIDEO

છેલ્લા થોડા દિવસોથી અમેરિકાના નોર્થ ઈસ્ટ વિસ્તારોમાં અને કેનેડામાં જબરદસ્ત ઠંડી પડી રહી છે. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના કારણે લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. રસ્તાઓની હાલત પણ કંઈક એવી છે કે બરફ હટાવ્યા બાદ થોડા જ સમયમાં પાછું બરફનું પડ જમા થઈ જાય છે. આટલો બધો સ્નૉફૉલ થવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. 

સ્કૂલ, કોલેજ, ફ્લાઈટ્સ, અહીં સુધી કે લોકોના ઘરોના કામ પણ ઠપ્પ થઈ ગયા છે. એવામાં સોશિયલ મીડિયા પર અમેરિકાના અમુક વીડિયોઝ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. સૌ કોઈ પોતપોતાની રીતે એક્સપીરિમેન્ટ કરી વીડિયોઝ બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. આ વીડિયો જોઈને તમને પણ ખૂબ નવાઈ લાગશે અને ગજ એક સેકન્ડ માટે એ વિચારીને સુન્ન મારી જશે કે ખરેખર ત્યાં કેટલી ઠંડી હશે.

READ  દુનિયાના એવા 14 પ્રદેશો કે જેને અંગ્રજોથી આજ દિન સુધી નથી મળી આઝાદી! જાણો કયા-કયા છે આ પ્રદેશ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં આ વીડિયોઝમાં જોઈ શકો છો કે અમેરિકા કે કેનેડામાં રહેતા લોકો ઘરની બહાર આવે છે. એકદમ ગરમ કે કહો ઉકળતું પાણી બહારની હવામાં ઉછાળે છે. પણ આ પાણી જમીન પર નથી પડતું, પણ હવામાં જ બરફ બનીને જામી જાય છે. જી હા, તમે બરાબર જ વાંચ્યુ છે, વિશ્વાસ ન આવે તો જાતે જુઓ આ હેરાન કરી દેતો વીડિયો

READ  અમરેલીમાં સિંહબાળનું કુદરતી મોત નથી, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે પંજાના કોઈ નખ ઉખાડી ગયું

જુઓ VIDEO:

People in US are throwing boiling water into the air, watch what happens

People in US are throwing boiling water into the air, watch what happens#TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १ फेब्रुवारी, २०१९

અમેરિકાના મધ્યપશ્વિમી શ્રેક્ષમાં ગાત્રો થીજાવી દેતી ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એન્ટાર્કટિકાથી પણ વધુ ઠંડી અહીં પડી રહી છે. ઠંડીના કારણે વિમાનોની સેવામાં પણ અડચણ આવી છે. અમેરિકાના શિકાગોમાં સવારના સમયે તાપમાન 30 ડિગ્રીથી નીચે જતું રહ્યું.

READ  મોદી લહેરની અસર: 11 ચૂંટણી જીતનારા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પહેલીવાર હારનો સ્વાદ ચાખ્યો

રેલ સેવા પર પણ થઈ અસર

અલાસ્કાની રાજધાની અને એન્ટાર્કટિકાના કેટલાક વિસ્તારોમાં પણ ખૂબ ઠંડી પડી રહી છે. શહેરના 2 મોટા એરપોર્ટ પર 1500થી વધુ ઉડાનો રદ્દ કરવાનો વારો આવ્યો છે અને રેલ સેવા પણ આ સ્નૉફૉલથી પ્રભાવિત થઈ છે.

[yop_poll id=979]

If minorities in neighboring countries are being humiliated,India can't be mute spectator: Amit Shah

FB Comments