કોણ હશે નવા લોકસભા સ્પીકર ? આ નામ છે સૌથી વધુ ચર્ચામાં

17મી લોકસભા ચૂંટણી પછી 17 જૂનથી સંસદનું સત્ર શરૂ થવાનું છે. હવે બધાની નજર નવા લોકસભા સ્પીકર પર છે. ઘણાં વરિષ્ઠ સાંસદોના નામને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓમાં 4 સૌથી વરિષ્ઠ સાંસદોનું નામ ચાલી રહ્યું છે.

19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે, તે પહેલા 17 અને 18 જૂને પ્રોટેમ સ્પીકર તરફથી નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવાડાવવામાં આવશે. ત્યારે 5 જુલાઈએ બજેટ જાહેર કરવામાં આવશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈ વખતની જેમ આ વખતે પણ ભાજપ ડેપ્યુટી સ્પીકરનું પદ NDAની કોઈ સહયોગી પાર્ટીને આપી શકે છે.

 

મુખ્ય રીતે વરિષ્ઠ સાંસદોમાં જ લોકસભા સ્પીકરની ચૂંટણી થાય છે પણ વરિષ્ઠતાની સાથે એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે સંબંધિત સાંસદ સંસદીય કાયદાનો જાણકાર પણ હોવો જોઈએ. જેથી તે લોકસભાનું સંચાલન કરવામાં સક્ષમ હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ વખતે સુલ્તાનપુરના સાંસદ મેનકા ગાંધીનું નામ સૌથી ઉપર છે. તે 8 વખત સાંસદ રહી ચૂક્યા છે. જ્યારે બરેલીના સાંસદ સંતોષ ગંગવાર પણ 8 વખત સાંસદ રહી ચૂક્યા છે પણ હવે તે મોદી સરકારમાં મંત્રી બની ચૂક્યા છે. લોકસભા અધ્યક્ષ પદ માટે બીજુ નામ મધ્યપ્રદેશની ટીકમગઢ સીટથી 7 વખત સાંસદ રહી ચૂકેલા વીરેન્દ્ર કુમારનું નામ ચર્ચામાં છે.

આ પણ વાંચો: સુરક્ષા-આર્થિક બાબતો પર વડાપ્રધાન મોદીએ બનાવી 8 કમિટીઓ, જાણો કોના કોના નામ છે સામેલ

એસ.એસ.અહલૂવાલિયાનું નામ પણ ચર્ચામાં છે. તેમને રાજ્યસભામાં ઉપનેતા પદ પર પણ કામ કરવાનો અનુભવ છે. તે સંસદીય કાયદાની સાથે બંગાળી, ભોજપુરી, અસમી, પંજાબી, હિન્દી, અંગ્રેજી જેવી ભાષાઓના જાણકાર પણ છે. તે સિવાય 6 વખત સાંસદ બની ચૂકેલા રાધા મોહન સિંહ અને ખંડવાથી જીતેલા મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ નંદ કુમાર ચૌહાણનું પણ નામ ચર્ચામાં છે.

 

Amdavadis get some respite as rain arrives | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ગુજરાતની કઈ APMCમાં ઘઉં વેચાયા સૌથી મોંધા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

Read Next

ખુશખબરી! RBIએ લીધો મોટો નિર્ણય, જો તમે RTGS-NEFTથી પૈસા ટ્રાન્સફર કરો છો તો વાંચો આ ખબર

WhatsApp પર સમાચાર