સ્વચ્છતા સર્વેક્ષણ-2019: ગુજરાતની 162 નગર પાલિકાને પછાડીને પેટલાદ નગર પાલિકા બની નંબર-1

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત છેલ્લા એક વર્ષથી સમગ્ર ભારતની પાલિકાઓ અને મહાનગર પાલિકાઓ વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.  જેના પરિણામો જાહેર થઇ ચુક્યા છે અને  આણંદ જીલ્લાની  પેટલાદ નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર રાજ્યની નગરપાલિકાઓમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે.

પેટલાદ નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં સમગ્ર ગુજરાત રાજ્યમાં  પ્રથમ ક્રમાંકે આવ્યું છે.  પ્રથમ ક્રમાંકે આવવા માટે પેટલાદ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ,સફાઈ કામદારો ધ્વરા તનતોડ મહેનત છેલ્લા 1 વર્ષથી કરી રહ્યાં છે.  એક વર્ષની મહેનતમાં જ પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારોની રોનક જ બદલાઈ જવા પામી છે. પાલિકાના અધિકારીઓ સુકા ,ભીના કચરાના નિકાલનું યોગ્ય પ્લાનીગ ,સફાઈ કામદારોનું સતત વર્ક રિપોટિંગ અને નાગરિકોમાં સતત સ્વચ્છતાને લઇ જાગૃતિ આવે તે માટે કામ કરી રહ્યાં છે. આમ  પાલિકાએ ખુબ મહેનત કરી હતી અને તેના ફળ સ્વરૂપે આજે પેટલાદની રોનક બદલાઈ જવા પામી છે.
હિરલ ઠાકર, ચીફ ઓફિસર ,પેટલાદ નગરપાલિકા કહે છે કે  શરૂઆતથી ફોકસ કર્યું હતું કે જે કામગીરી ચાલી છે તે કાયમ ચાલવી જોઈએ ,એવોર્ડ મેળવવા નથી ,કાયમ ચાલવાની છે અને તેના લીધે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહી છે.
સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં માત્ર શહેરની સ્વચ્છતા જ નહિ પણ કચરાના નિકાલ માટે ક્યાં પ્લાનીગ કરવામાં આવેલા છે? ઓછા ખર્ચે નાગરિકોને કેવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તે તમામ બાબતો પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં ભારતદેશની 4 હજાર નગરપાલિકાઓએ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ગુજરાતની 162 નગરપાલિકાઓ પણ જોડાઈ હતી. પેટલાદ નગરપાલિકાનો પ્રથમ નંબર આવવા પાછળનું જો કોઈ મહત્વનું પાસું હોય તો તે છે કચરાના વેજ્ઞાનિક પદ્ધતિ અને કોમર્શીયલ વેચાણ ,પાલિકા દ્વારા  કચરાના સેગરીનેશ માટે સેનેટરી ડાયપર ,બાયો હેઝાર્ડને કચરામાંથી અલi કરવામાં આવી રહ્યો છે. ભીના કચરામાંથી પેટલાદ નગરપાલિકા  દ્વારા  ઓર્ગેનિક ખાતર તેયાર કરી વેચવામાં આવી રહ્યું છે તથા સુકા કચરામાંથી પ્લાસ્ટિક અને કાગળો અલગ કરી પાલિકા દ્વારા તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
Oops, something went wrong.
FB Comments
READ  સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ ફરી ભારતમાં રચી દીધો વિક્રમ, જાણો એક વર્ષમાં કેટલી કરી કમાણી?