ફોટો શેયર કરવાને લઈને બોલિવુડ અભિનેતા આર.માધવનને યુઝર્સે કર્યા ટ્રોલ, વાંચો અભિનેતાએ યુઝર્સેને આપ્યો આ જવાબ

બોલિવુડના અભિનેતા આર. માધવન તેમની એક તસવીરને લઈને ટ્રોલર્સના નિશાને આવી ગયા છે, ત્યારે આર.માધવને ટ્રોલર્સને પણ યોગ્ય જવાબ આપ્યો છે. આર.માધવને 15 ઓગસ્ટના દિવસે એક તસવીર શેયર કરી હતી. તસવીરમાં આર.માધવન તેમના પુત્ર અને પિતાની સાથે જોવા મળી રહ્યા છે. તસવીરને લઈને જે કારણે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે તે ‘ક્રોસ’ છે.

માધવનની તસવીરમાં પાછળ ક્રોસ જોવા મળી રહ્યુ છે. લોકોને એ પસંદ નથી આવી રહ્યુ. લોકો તેમને ફેક કહી રહ્યા છે. એક યૂઝરે માધવનની ફોટો શેયર કરી અને ક્રોસને માર્ક કરીને, તેમને લખ્યુ કે પાછળ ક્રોસ કેમ છે? શું તે મંદિર છે? આ બધુ જ એક ડ્રામા છે. જે તમે આજે કર્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાને સોશીયલ મીડિયામાં કરી રોશન પરિવાર માટે આવી પોસ્ટ

માધવને તેની પર ટ્રોલર્સને યોગ્ય જવાબ આપતા લખ્યુ કે હું તમારા લોકોની પસંદગીની ચિંતા નથી કરતો. હું વિશ્વાસ રાખુ છુ કે તમે ઝડપી સારા થઈ જાઓ. નવાઈ વાત છે કે તમે આટલા બીમાર છો કે તમે ગોલ્ડન મંદિરની ફોટો ના જોઈ અને પુછ્યુ નહી કે શું હું શિખ ધર્મમાં પરિવર્તિત થઈ ગયો છુ.

READ  શાહરૂખ ખાનનો પુત્ર અબરામ પોતાના દાદા સિવાય ક્યાં બોલિવૂડ સ્ટારને કહે છે 'દાદા'


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

https://twitter.com/ActorMadhavan/status/1162214360787197953?s=20

માધવને લખ્યું કે મને દરગાહઓમાંથી પણ આર્શીવાદ મળ્યા છે અને દુનિયાભરના બધા જ ધાર્મિક સ્થાનોથી આર્શીવાદ મળ્યા છે. મારા ઘરમાં બધા જ ધર્મોને સન્માન આપવામાં આવે છે. મને મારા બાળપણમાં ને વિશ્વાગર્વની સાથે પોતાની ઓળખાણ બનાવી રાખવા માટે શિખવાડવામાં આવ્યુ છે પણ તેની સાથે દરેક વિશ્વાસ અને ધર્મનું સન્માન કરો. હું બધા જ ધર્મમાં માનું છું. મને વિશ્વાસ છે કે મારો પુત્ર પણ તેનું અનુસરણ કરશે.

READ  આ બિઝનેસમેન સામે બોલિવૂડ સુપરસ્ટાર દિલીપકુમારનો સ્ટારડમ પણ થઈ ગયો હતો ફિક્કો, જાણો તેમના જીવનનો ચોંકવાનારો કિસ્સો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

ઉલ્લેખનીય છે કે તસવીરમાં આર.માધવન Avani Avittam ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. આ તહેવાર બ્રાહ્મણ લોકો ઉજવે છે. તસવીરમાં માધવન તેમના પુત્ર સાથે જનોઈમાં જોવા મળી રહ્યા છે.

 

Oops, something went wrong.
FB Comments