VIDEO: અમદાવાદના મણિનગર એલ.જી હોસ્પિટલમાં હોબાળો, દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે મારામારી

અમદાવાદના મણિનગર એલ.જી હોસ્પિટલમાં હોબાળો થયો છે. દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે મારામારી થઈ હતી. દર્દીના સંબંધીઓ દ્વારા હોસ્પિટલ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. વૃદ્ધાને યોગ્ય સારવાર ન થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જે બાદ મામલો વધારે બિચકતા મારામારી સુધી પહોંચ્યો હતો. વૃદ્ધાને હુમલો આવ્યો હતો. જે બાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ યોગ્ય સારવાર ન થવા અને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. ICUમાં જગ્યા ન હોવાનું કહીને દર્દીને જનરલ વોર્ડમાં જ રાખવામાં આવ્યા છે.

READ  VIDEO: અમદાવાદમાં DPS સ્કુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર

મહત્વનું છે કે, તમામ સરકારી હોસ્પિટલમાં બાઉન્સરો રાખ્યા છે. પરંતુ દર વખતે બાઉન્સરો મારામારીનું કારણ બનતું હોય છે.

FB Comments