VIDEO: ટ્રાફિકના નવા નિયમો સામે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ

 

વાહનચાલકો માટેના નવા ટ્રાફિકના નિયમો વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં RC બુક, PUC, લાઈસન્સ, હેલમેટ અને વીમાના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ કોર્પેરેશનના વિસ્તારમાં ફરજિયાત હેલમેટનો નિયમ ન હોવો જોઈએ, તે સહિતના અનેક મુદ્દાઓ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનને જવાબ આપવા માટે સેનાનો મહત્વનો નિર્ણય, કર્નલ રેન્કના અધિકારીઓને યુદ્ધ ભૂમિ પર મોકલવામાં આવશે

આ અરજીમાં અરજદારે કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે કે ટ્રાફિકનો નવો નિયમ લોકોના હિતમાં નથી. કોર્પોરેશન વિસ્તારમાં ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ અયોગ્ય છે તો વાહનચાલકોને PUC, RC બુક વગેરેની અસલ કોપી સાથે રાખવામાં મુશ્કેલી પડી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: અમદાવાદના ચાંદખેડામાં ધનજી ઉર્ફે ઢબૂડી માતાના ઘરની બહાર મકાનમાલિકની નોટિસ

 

 

સાથે જ કેટલાક કિસ્સામાં લોકોની આવક કરતાં દંડની રકમ વધુ લેવામાં આવે છે તો ગરીબ અને નિરક્ષર લોકો નવા નિયમથી વાકેફ ન હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ નિયમથી પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ વધશે. તેમજ નિયમને અમલમાં મૂકતા સમયે નાગરિકોને નજરઅંદાજ કરાયા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

READ  ગરબા પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ, ક્લબ, પાર્ટીપ્લોટમાં ગરબાની શક્યતા નહિવત્

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments