લ્યો બોલો! મળવા ગયા હતા વિરાટ કોહલીને અને ખાવી પડી જેલની હવા, જાણો કેમ?

બુધવારના રોજ મોહાલીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં ત્રણ દર્શકો મેદાનમાં ઘુસી આવ્યા હતા. સુરક્ષા કર્મચારીઓને હાથતાળી આપીને તેઓ મેદાનની અંદર પ્રવેશી ગયા હતા અને તેને બહાર નીકાળવા માટે ભારે મહેનત સુરક્ષાકર્મીઓને કરવી પડી હતી. તેઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને મળવા માટે મેદાનની અંદર ઘૂસી આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વ કપમાં ભારતીય ટીમને મોટો ઝટકો, આ બેટસમેનને પહોંચી ઈજા

આ પણ વાંચો :  વાયુસેનાની વધી તાકાત, ભારતને મળ્યું પ્રથમ આધુનિક વિમાન રાફેલ

ભારતીય ખેલાડીઓને મળવાની આશા લઈને તેઓએ સુરક્ષાના સ્તરને તોડી નાખ્યું હતું. આ ત્રણ યુવા દર્શકોને ખાસ કરીને વિરાટ કોહલીની સાથે મળવું હતું અને તેમની સાથે હાથ મિલાવવો હતો. આ ત્રણ દર્શકોના લીધે ચાલુ મેચમાં જ હડકંપ મચી ગયો હતો અને સુરક્ષાસ્તર તૂટી જવાથી સુરક્ષા અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

READ  મહારાષ્ટ્ર: ભારે વિરોધ વચ્ચે સંજય રાઉતે ઈંદિરા ગાંધી પર કરેલાં નિવેદન અંગે કરી સ્પષ્ટતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ત્રણ ખેલાડીઓ વિરાટ કોહલીને મળવા માટે આવ્યા હતા પણ પોલીસ વિભાગે તેની પર એફઆઈઆર નોંધી દીધી છે. આઈપીસીની કલમ 353, 186 અને 441 મુજબ પોલીસ દ્વારા તેમની પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ત્રણેયને કોર્ટમાં મજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવ્યા હતા અને તે બાદ તેમને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાયા છે. 14 દિવસ માટે તેમને જેલ મોકલી આપવામાં આવ્યા છે. આમ મળવા ગયા તેમાં વાંધો નહીં પણ સુરક્ષાને તોડીને ગયા તેના માટે આ ત્રણેય યુવકોને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

READ  પ્રિયંકા ચોપરા-નિક જોનસની પહેલી ડેટમાં એવું તો શું થયું હતું કે પ્રિયંકા હજી પણ છે નિક પર ગુસ્સે!

 

Oops, something went wrong.
FB Comments