• April 20, 2019

બુધનો કુંભમાં પ્રવેશ : આ 2 રાશિઓને છોડીને બાકીની તમામ 10 રાશિઓને ફળશે બુદ્ધિ અને સમૃદ્ધિનો ગ્રહ બુધ, કઈ 2 રાશિઓ માટે મુશ્કેલી સર્જવાનો છે બુધ ? તમારી તો નથી આ 2 રાશિઓમાંની કોઈ એક ?

બુદ્ધિ અને સમૃદ્ધિના સ્વામી બુધે ગુરુવારે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. બુધ ગ્રહનું રાશિ પરિવર્તન ગુરુવારે સવારે 10 વાગીને 10 મિનિટે થયું.

બધ ગ્રહ કુંભ રાશિમાં આગામી 25 ફેબ્રુઆરી સુધી રહેશે. બુધના કુંભ રાશિમાં પ્રવેશતી વિવિધ રાશિઓ પર જુદા-જુદા પ્રભાવો પડશે. જોકે મોટા ભાગની રાશિઓ પર તેની શુભ અસર રહેશે.

મેષ :

બુધ આપના 11મા ભાવે ગોચર કરશે અને ભરપૂર સુખ તથા હકારાત્મકતા આપશે.

વૃષભ :

દસમા ઘરમાં થઈ રહ્યું છે બુધનું ગોચર કે જેના કારણે આપને કાર્યસ્થળે છાત્રવૃત્તિ કે પ્રમોશન મળવાની શક્યતા છે.

મિથુન :

આ ગોચર આ રાશિના નવમા ભાવમાં છે કે જે સ્થિર ગણાય છે. એવામાં નાના અંતરના પ્રવાસની શક્યતા છે, પરંતુ પોતાના ધન વિશે આપ થોડા સાવચેત રહો.

કર્ક :

બુધ અષ્ટમ ભાવમાં સ્થિર થઈને ગોચર કરશે. જો આપ પોતાના પ્રેમ સંબંધો કે પોતાના જીવન સાથી સાથે સંબંધને આગામી કક્ષાએ લઈ જવા માંગો છો, તો વધારાનો પ્રયત્ન કરવાની જરૂર પડશે.

સિંહ :

બુધ રાશિથી સપ્તમ ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે કે જે સમૃદ્ધિ દાયક અને જ્ઞાનવર્ધક બની શકે છે. આપનો પાર્ટનર કે જીવનસાથી આપની પાસે કોઇક સરપ્રાઇઝની આશા સેવી રહ્યો છે. જો આપ આ સારી રીતે કરશો, તો આપને બદલામાં ઘણુ બધુ મલી શકે છે.

કન્યા :

કન્યા રાશિમાં બુધનું ગોચર છઠ્ઠા ભાવમાં છે કે જે ત્યાં સ્થિર અને શાંત રહેશે.

તુલા :

બુધ પંચમ ભાવમાં ગોચર કરી રહ્યો છે કે જ્યાં આપ જે મનગમતી સફળતા પામવા માંગો છો, તેને પ્રાપ્ત કરવા માટે વધારાની મહેનત કરવી પડશે. આપના નાણાકીય લાભમાં વધારો થશે.

વૃશ્ચિક :

ચોથા ઘરમાં બુધનું ગોચર થઈ રહ્યું છે. તેના પગલે આપને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળે સહક્રમીઓ સાથે મતભેદ થવાની શંકા છે.

ધન :

બુધ આપના હકારાત્મકતા ધરાવતા ત્રીજા ઘરમાં ગોચર કરી રહ્યો છે. સારું રહેશે કે કોઈ પણ શરમજનક સ્થિતિમાંથી બચવા માટે કાર્યસ્થળે પોતાની લાગણીઓ પર કાબૂ રાખો.

મકર :

બુધ મકરના બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેના કારણે ફાયદો થઈ શકે છે અને આ શુભ પણ ગણાય છે. તેના પ્રભાવથી આપ મૅનેજમેંટ સ્તરે કૅરિયની સીડીમાં ઊપર ચઢશો કે જેનાથી આપની આવકમાં વધારો થશે.

કુંભ :

બુધના પ્રથમ ઘરમાં અને આ જ રાશિમાં ગોચર કરવાના કારણે વ્યાવસાયિક જીવનમાં હકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. પ્રેમી કે જીવનસાથી સાથે રોમાંસનો એક નવો અનુભવ થશે.

મીન :

મીન રાશિમાં બુધે થોડીક સ્થિરતા સાથે બારમાં ઘરમાં પ્રવેશ કર્યો છે. આ સમયે જો આપે અગાઉથી કોઈ સંપત્તિ કે ભૌતિક વસ્તુઓ ખરીદવાનો પ્લાન કર્યો હતો, તો તે પૂરો કરવા વિશે ન વિચારો, કારણ કે સમય અત્યંત પ્રતિકૂળ છે.

[yop_poll id=1195]

DCP Akshayraj addresses press after scuffle breaks out at Hardik Patel's public meeting in Ahmedabad

FB Comments

Hits: 13331

TV9 Web Desk7

Read Previous

મહિને રૂપિયા 1 લાખથી વધુનો પગાર ધરાવતા આ IAS અધિકારી પોતાના દીકરાના લગ્નમાં કરશે માત્ર રૂ.18,000નો ખર્ચ, દરેકે વાંચવા જેવી ખબર

Read Next

જાણો રણવીર સિંહ માટે દીપિકા પાદુકોણ જાતે કઈ વાનગી બનાવે છે

WhatsApp chat