બજેટમાં ખેડૂતો પર હેત વરસાવનાર મોદી સરકારની ખેડૂતોને વધી એક સોગાત, આધાર કાર્ડ ન હોય, તો પણ મળશે કિસાન સન્માન યોજનાનો પહેલો હફ્તો

કેન્દ્ર સરકારે 1 ફ્રેબ્રૃઆરી 2019એ આગામી લોકસભા ચૂંટણીના પહેલા તેમના કાર્યકાળનું છેલ્લુ બજેટ જાહેર કરી દીધુ છે. બજેટમાં ગરીબ, ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગ માટે ઘણી મોટી જાહેરાતો કરી છે.

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજનાની જાહેરાત પણ કરી. હવે સરકારે આ યોજનાના લાભાર્થીઓ માટે ગાઈડલાઈન તૈયાર કરી છે. તેના આધારે ખેડૂતોને પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજનાનો લાભ મળશે.

READ  પાકિસ્તાનથી વિમાન ભારતની સીમામાં આવ્યું અને પછી ભારતીય વાયુ સેનાએ આ પગલું ભર્યું!

આ ગાઈડલાઈન પ્રમાણે કેન્દ્ર સરકારે એક પરિવારમાં પતિ-પત્નિ અને તેમના 18વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સામેલ કર્યા છે. જો આ પરિવારની જોડે 2 હેકટરથી ઓછી જમીન હશે, તો તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજનાની પહેલો હપ્તો 30માર્ચ પહેલા આપવામાં આવશે. પહેલા હપ્તા માટે આધાર કાર્ડની જરૂરીયાત નહિં પડે પણ બીજા હપ્તા માટે આધારકાર્ડ આપવુ પડશે. આધારકાર્ડ ના હોવા પર પહેલો હપ્તો ત્યારે જ મળશે જ્યારે તમારી પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ, અથવા કેન્દ્ર સરકાર કે રાજય સરકાર દ્વારા તરફથી આપેલ કોઈ દસ્તાવેજ હશે.

READ  અયોધ્યા મામલે સમગ્ર સુનાવણી 18 ઓક્ટોબરે પૂરી થઈ શકે છે, CJI રંજન ગોગોઈએ આપ્યા આ સંકેતો

કેન્દ્ર સરકારે આના માટે રાજય સરકારોને પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓની યાદી બનાવવાનું કહ્યું છે. જે ખેડૂતોની પાસે 2 હેકટરથી ઓછી જમીન છે, તેમનું નામ, જાતિ, સમુદાય(SC/ST) આધારકાર્ડ, બૅંક અકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર આપવાનો આદેશ આપ્યો છે.

[yop_poll id=1094]

Tv9's EVENING SUPERFAST Brings To You The Latest News Updates From Gujarat : 20-02-2020

 

FB Comments