વડાપ્રધાન મોદી 22 ઓગસ્ટથી ફ્રાન્સ સહિત 3 દેશોની મુલાકાતે, G-7 શિખર સંમેલનમાં લેશે ભાગ

વડાપ્રધાન મોદી 22થી 26 ઓગસ્ટ સુધી ફ્રાન્સ, UAE અને બહેરીનના પ્રવાસ પર જશે. મોદી તેમના આ પ્રવાસ દરમિયાન આ દેશના મોટા નેતાઓની સાથે દ્વિપક્ષીય , ક્ષેત્રીય અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ફ્રાન્સના બિયારિત્જમાં યોજાનારા જી-7 શિખર સંમેલનમાં ભાગ લેશે.

વડાપ્રધાન મોદી 22 અને 23 ઓગસ્ટે પહેલા પેરિસ જશે અને ફ્રેન્ચના રાષ્ટ્રપતિ ઈમૈનુલએ મૈક્રોની મુલાકાત કરશે. મૈક્રોની સાથે દ્વિપક્ષીય મુલાકાત પછી વડાપ્રધાન મોદી એક કાર્યક્રમમાં સામેલ થશે. જેમાં ભારતીય લોકો પણ સામેલ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોરાદાબાદમાં વડાપ્રધાન મોદીનો હુંકાર, 'હું મહિલાઓ અને દીકરીઓનો ચોકીદાર છું', ફરી લાવીશું સંસદમાં ટ્રીપલ તલાક બિલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડાપ્રધાન ફ્રાન્સના પ્રવાસ દરમિયાન બિયારેત્જમાં 45મી G-7 શિખર સંમેલનમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના સચિવ ટી.એસ.તિરૂમૂર્તિએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી 22 ઓગસ્ટની સાંજે ફ્રાન્સ પહોંચશે. સાંજે જ તેમની બેઠક ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોની સાથે રહેશે. બંને નેતાઓની વચ્ચે પહેલા વ્યક્તિગત બેઠક થશે અને પછી પ્રતિનિધિ મંડળની બેઠક થશે.

READ  બિઝનેસમેન બિલ ગેટ્સે વડાપ્રધાન મોદીને 'ગ્લોબલ ગોલકીપર એવોર્ડ'થી નવાજ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

વડાપ્રધાન મોદી ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરવાનો કાર્યક્રમ પણ છે. તે એર ઈન્ડિયાના 2 વિમાન દુર્ધટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ પણ આપશે. તિરૂમૂર્તિએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોના આમંત્રણ પર ફ્રાન્સ જઈ રહ્યા છે.

 

Coronavirus Outbreak: Testing of new ventilators being done at Ahmedabad Civil hospital| TV9News

FB Comments