મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ અપનાવ્યું કડક વલણ, મંત્રીઓને કડક સુચના આપતા શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ તેમના બધા જ મંત્રીઓને કહ્યું કે તેઓએ સવારે 9.30 વાગ્યા સુધી ઓફિસમાં પહોંચી જવું જોઈએ અને ઘરેથી કામ કરવાની ના પાડી હતી. જેથી બીજા માટે સારૂ ઉદાહરણ પ્રસ્તુત થઈ શકે.

કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે 40 દિવસના સંસદ સત્ર દરમિયાન કોઈ પણ વિદેશ પ્રવાસ ના કરે. વડાપ્રધાને તેમનું ઉદાહરણ આપીને કહ્યું કે જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે અધિકારીઓની સાથે સમય પર ઓફિસ પહોંચી જતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હાર્દિક પટેલ જામનગરની સીટ પર ચૂંટણી હારે તેવા સમીકરણો ગોઠવાયા, હવે કોંગ્રેસ હાર્દિકને ઉંઝાથી વિધાનસભાની ચૂંટણી લડાવે તેવા એંધાણ

મંત્રીપરિષદની પ્રથમ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી કરી રહ્યાં હતા. તેમને તેમના મંત્રીઓને કહ્યું કે તેઓ નવા ચૂંટાયેલા સાંસદોને પણ મળે કારણ કે સાંસદ અને મંત્રીમાં મોટું અંતર નથી હોતું નથી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમના મંત્રીઓને કહ્યું કે 5 વર્ષનો એજન્ડા બનાવીને કામ કરવાની શરૂઆત કરે અને તેનો પ્રભાવ 100 દિવસમાં નજરે આવવો જોઈએ.

READ  મોદી-શાહની જોડીને રોકવા વિપક્ષે આ 20 હથિયાર અપનાવ્યા પણ બધા જ થઈ ગયા 'ફ્લોપ'


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ બેઠકમાં મંત્રી પરિષદે માર્ચ 2019ના ઉચ્ચ અભ્યાસ સંસ્થાઓને અનામતને રિપ્લેસ કરવા માટેના બિલને મંજૂરી આપી, જેનાથી 7 હજાર શિક્ષકની ભરતી કરવામાં આવી શકે. એક અધિકારીએ જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રમાં મોટો સુધારો કરવાને ધ્યાનમાં રાખીને આ બિલને રજુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો આજનો મુકાબલો રહેશે રોમાંચક, આ કારણને લીધે મેચ રદ થઈ શકે

આ બિલ ‘સેન્ટ્રલ એજ્યુકેશનલ સંસ્થાઓ અધિનિયમ, 2019’ નું સ્થાન લેશે. મંત્રાલયે જણાવ્યું કે મંત્રીમંડળના નિર્ણયથી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિઓની માંગણીઓનું સમાધાન થશે અને બંધારણ મુજબ તેમના અધિકાર સુનિશ્ચિત થશે. તેનાથી સામાન્ય વર્ગ આર્થિક રીતે નબળા લોકો માટે પણ 10 ટકા અનામત સુનિશ્ચિત થશે.

READ  રેલવેથી જોડાયેલી ખાનગી એપ્લિકેશનો વધારી રહી છે મુસાફરોની મુશ્કેલીઓ, આ પ્રકારે મુસાફરોનો ડેટા થાય છે ચોરી

 

Latest News Stories From Gujarat : 22-09-2019 | Tv9GujaratiNews

FB Comments