મહાબલીપુરમની મુલાકાત પહેલા 17 વખત મળી ચૂક્યા છે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બે દિવસ માટે ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે. તે દરમિયાન વડાપ્રધાન મોદીની સાથે રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે અનૌપચારિક બેઠક થશે. આ બંને નેતા ચેન્નાઈના પ્રાચીન શહેર મહાબલીપુરમમાં મળશે. ચીની રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ પર દુનિયાભરની નજર છે. ત્યારે તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ જિનપિંગની વચ્ચે આ પહેલા 17 વખત મુલાકાત થઈ છે.

1. 27-28 એપ્રિલ 2018 (Informal Summit)- વડાપ્રધાન મોદી તેમના 2 દિવસના અનૌપચારિક ચીનના પ્રવાસ પર વુહાન શહેરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા.

2. 14-16 મે 2015 (State Visit)- ભારતના વડાપ્રધાન મોદી 3 દિવસના ચીન પ્રવાસ પર ગયા હતા. ત્યારે MOU પર હસ્તાક્ષર થયા હતા.

3. 17-19 સપ્ટેમ્બર 2014 (State Visit)- ચીનના રાષ્ટ્રપતિ 3 દિવસના ભારત પ્રવાસ પર આવ્યા અને MOU પર હસ્તાક્ષર થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અરૂણ જેટલી છોલે કુલચે ખાવાના શોખીન હતા, જાતે જ બનાવીને મિત્રોને જમાડતા હતા

4. 28 જૂન 2019 (G-20)- જાપાનના ઓસાકામાં થયેલા G-20 સંમેલનમાં બ્રિક્સ દેશના નેતાઓની મુલાકાત થઈ હતી.

5. 13 જૂન 2019 (SCO)- કિર્ગિસ્તાનની બિશ્કેકમાં વડાપ્રધાન મોદીએ SCO સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી.

6. 30 નવેમ્બર 2018 (G-20)- આર્જેટીનાની રાજધાની બ્યૂનસ આયર્સમાં થયેલા G-20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.

7. 27 જુલાઈ 2018 (Brics)- દક્ષિણ આફ્રિકાના જોહન્સબર્ગમાં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ શિ જિનપિંગ સાથે મુલાકાત કરી.

8. 9 જુલાઈ 2018 (SCO) ચીનના ચિંગદાઓમાં SCO શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી.

9. 5 સપ્ટેમ્બર 2017 (Brics)- ચીનના શ્યામનમાં Brics સમિટથી અલગ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.

READ  પુલવામા હુમલાના પગલે હવે આગ્રાના ઉદ્યોગકારો નહીં મગાવે પાકિસ્તાનથી ચામડું, પાકિસ્તાનને લાગ્યો કરોડોનો ઝટકો

10. 7 જુલાઈ 2017 (G-20)- જર્મનીના હેમ્બર્ગમાં G-20 સંમેલનમાં બ્રિક્સ દેશોના નેતાઓની મુલાકાત થઈ હતી.

11. 9 જૂન 2017 (SCO) વડાપ્રધાન મોદીને અસ્તાના, કજાકિસ્તાનમાં SCO સંમેલન પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

12. 15 ઓક્ટોબર 2016 (Brics)- ગોવામાં બ્રિક્સ શિખર સંમેલન પહેલા વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.

13. 4 સપ્ટેમ્બર 2016 (G-20)- ચીનના હાંગઝોઉમાં G-20ની બેઠકમાં વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે બેઠક થઈ હતી.

14. 15 નવેમ્બર 2015 (G-20)- અંતાલયા, તુર્કી G-20ના સંમેલન દરમિયાન બ્રિક્સ દેશોના નેતાઓની મુલાકાત થઈ હતી. વડાપ્રધાન મોદી બ્રિક્સ દેશોના તમામ નેતાઓને મળ્યા હતા.

15. 8 જુલાઈ 2015 (SCO)- રશિયાના ઉફામાં બ્રિક્સ અને SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.

READ  IRS પછી હવે IAS અને IPS અધિકારીઓ પર પણ થઈ શકે છે કાર્યવાહી, સરકારે 21 અધિકારીઓનું લિસ્ટ કર્યુ તૈયાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

16. 15 નવેમ્બર 2014 (G-20)- બ્રિસબેન, ઓસ્ટ્રેલિયા G-20ના સંમેલન દરમિયાન બ્રિક્સ દેશોના નેતાઓની મુલાકાત થઈ હતી. ત્યાં વડાપ્રધાન મોદી બ્રિક્સ દેશોના તમામ નેતાઓને મળ્યા હતા.

17. 15 જુલાઈ 2014 (Brics)- ફોર્ટલેજા, બ્રાઝિલમાં છઠ્ઠા શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ચેન્નાઈમાં વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે આ 18મી વખત મુલાકાત થશે. મહાબલીપુરમમાં રાષ્ટ્રપતિ જિનપિંગ અને વડાપ્રધાન મોદીના સ્વાગતની ભરપૂર તૈયારીઓ કરવામાં આવી છે. સાથે જ કડક સુરક્ષા પણ ગોઠવવામાં આવી છે. મોટી સંખ્યામાં મહાબલીપુરમમાં સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે.

 

Oops, something went wrong.
FB Comments