• March 22, 2019

PM મોદીની ગર્જના, ‘આ વખતે સૌનો હિસાબ થશે અને હિસાબ પૂરો થશે’, ઇમરાનને પોતાની જાતને ‘પઠાણનો દીકરો’ સાબિત કરવાનો ફેંક્યો પડકાર

એક તરફ મોદી સરકાર પુલવામા આતંકી હુમલા બાદ સરકાર તરફથી આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કડક પગલા ભરી રહી છે, તો બીજી તરફ પીએમ મોદી પણ ગર્જનાઓ કરી રહ્યા છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના ટોંકમાં આયોજિત રેલીમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને પોતાની જાતને અસલી પઠાણ સાબિત કરવાનો પડકાર ફેંક્યો.

મોદીએ જણાવ્યું, ‘જ્યારે પાકિસ્તાને નવા વડાપ્રધાન મેળવ્યા હતાં, ત્યારે મેં તેમને (ઇમરાન ખાનને) શુભેચ્છા પાઠવી હતી. મેં તેમને કહ્યુ હતું કે આપણે ગરીબાઈ અને નિરક્ષરતા વિરુદ્ધ સાથે મળીને લડવું જોઇએ. તેમણે (ઇમરાન ખાને) મને કહ્યુ હતું કે તેઓ (ઇમરાન ખાન) પઠાણનો દીકરો છું અને હું પોતાના શબ્દો પર ઊભો રહીશ. આજે તેમની સામે પોતાના શબ્દો પર ઊભા રહેવાની કસોટીનો સમય છે.’

મોદીએ પુલવામા આતંકી હુમલા બાદ દેશના કેટલાક ભાગોમાં કાશ્મીરીઓ સાથે થયેલા દુર્વ્યવહાર અંગે કહ્યું કે અમારી લડાઈ આતંકવાદ અને માનવતા વિરોધીઓ સામે છે. અમારી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરી અને કાશ્મીરીઓ વિરુદ્ધ નહીં. દેશમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સામે બની રહેલા કિસ્સાઓ ન બનવા જોઇએ.

મોદીએ દોહરાવ્યું કે તેમની સરકારના એક પછી એક કડક પગલાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે. અલગતાવાદીઓ સામે કડક કાર્યવાહી થઈ રહી છે. મોદીએ કહ્યું કે મને ગૌરવ છે વીર જવાનો પર કે જેમણે પુલવામા આતંકી હુમલાના મોટા ગુનેગારને હુમલાના 100 કલાક બાદ જ ત્યાં પહોંચાડી દીધા કે જ્યાં તેમની જગ્યા હતી, પરંતુ આપ ભરોસો રાખો, આ વખતે સૌનો હિસાબ થશે અને હિસાબ પૂરો થશે.

મોદીએ કહ્યું કે આપનો એક પ્રધાનસેવક આ આતંકવાદીઓના દાણા-પાણી બંધ કરાવવામાં જોતરાયેલો છે. દુનિયામાં ત્યાં સુધી શાંતિ સ્થાપિત નહીં થાય કે જ્યાં સુધી આતંકની ફૅક્ટ્રીઓ ચાલતી રહેશે. જો આતંકની ફૅક્ટરી પર તાળું લગાવવાની જવાબદારી મારા જ માથે આવી છે, તો આ જ સહી. આ સંકલ્પ મારો નથી, 130 કરોડ હિન્દુસ્તાનીઓનો છે. આ રાજકારણથી ઉપર રાષ્ટ્રનીતિનો સવાલ છે.

[yop_poll id=1726]

Top News Stories From Gujarat : 22-03-2019 - Tv9

FB Comments

Hits: 5181

TV9 Web Desk7

Read Previous

કૉંગ્રેસના નેતાઓએ ગાંધી, નહેરૂ, સરદારનું પહેલા કરી નાખ્યું અપમાન, ભાન થતા જ ભૂલ સુધારી!

Read Next

બેરોજગારો માટે ખુશખબર, રેલવેમાં 1,30,000 જગ્યાઓ માટે થવા જઈ રહી છે ભરતી, છેલ્લી તારીખ આવે, તે પહેલા કરી દો APPLY

WhatsApp chat