દેશના અર્થતંત્રને વેગ આપવા PM મોદી લઈ શકે છે મોટા નિર્ણય

દેશની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને કેટલાક ક્ષેત્રો મંદીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે અર્થતંત્રને ફરી પાછી પાટા પર લાવવા તેમજ વેગવંતો બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ મોરચો સંભાળે તેવી શક્યતા છે. મોદી સરકાર ટૂંક સમયમાં મોટા નિર્ણય કરી શકે છે. પીએમઓના સૂત્રો પ્રમાણે ટેક્સમાં રાહત મળે તેવા અને લોકોની નોકરીઓ બચે તેવા નિર્ણયોની શરૂઆત સોમવારથી જ થઈ શકે છે. સંકટમાંથી પસાર થતા ક્ષેત્રોને પહેલા જ રાહતના પેકેજના સંકેત મળી ચૂક્યા છે, પરંતુ મોદી સરકાર માત્ર એટલાથી જ રોકાશે નહી.

READ  કોરોનાનો ભય! 400 લોકોને ઘરમાં અલગ રાખવામાં આવ્યા : AMC કમિશનર વિજય નહેરા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સૂત્રો મુજબ આ નિર્ણયો એ પ્રકારે લેવામાં આવશે કે જેનાથી દેશને 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં પણ આગળ અડચણ ન આવે. જે માટે દેશ અને વિદેશી રોકાણકારોને વિશ્વાસ વધે તે માટે વડાપ્રધાન સીધો સંવાદ પણ કરી શકે છે. ઉપરાંત સરકારી ખર્ચાઓમાં કાપ મૂકવા અંગે પણ નિર્ણય લઈ શકે તેવી શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહા વાવાઝોડાનું સંકટ ટળ્યું નથી અને આવ્યા બીજા એક વાવાઝોડાના સમાચાર, જુઓ VIDEO

અર્થતંત્રને ફરી પાટે લાવવા સૌ પ્રથમ પ્રધાનો અને અધિકારીઓના બિનજરૂરી સુવિધાઓ અને રોજબરોજના ખર્ચાઓમાં કાપ મૂકવામાં આવશે. જો કે સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે કલ્યાણકારી યોજનાઓના ફંડમાં કોઈ કાપ નહી મૂકવામાં આવે. અન્ય ઉપાયમાં સૌથી મોટો નિર્ણય ટેક્સ સુધારાને લગતો હોઈ શકે છે, જે અર્થતંત્રને વેગવાન બનાવવા એક્કારૂપ સાબિત થઈ શકે છે. તો નોકરીઓ બચાવવા માટે સરકાર મંદીમાંથી પસાર થતી કેટલીક ઈન્ડસ્ટ્રીઓને રાહત પેકેજ આપવાની પણ તૈયારી કરી રહ્યુ છે.

READ  મોબાઈલના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, જે સેવા 2020 સુધી મળવાની હતી તે હવે આટલા વર્ષો સુધી નહીં મળે

આ પણ વાંચો: ક્રિકેટના ઇતિહાસમાં બની પ્રથમ આવી ઘટના! 12 માં ખેલાડીએ બેટિંગ કરી બદલ્યું મેચનું પરિણામ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

What a Relief! No positive case of Covid 19 in rural areas of Ahmedabad

FB Comments