વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ ઈન્ટરવ્યૂ- ગુજરાતમાં ફરી ભાજપ 26માંથી 26 સીટો પર વિજય મેળવશે

અત્યારે હાલના સમયમાં આખો દેશ લોકસભા ચૂંટણીની ચર્ચા કરી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂકયૂ છે. આ વખતેની લોકસભા ચૂંટણી ખુબ મહત્ત્વની રહેશે.

છેલ્લા 5 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં જ નહિ પણ આખા વિશ્વના સૌથી શક્તિશાળી નેતઓમાં સામલે થઈ ગયા છે. તેમને ભારતને એક નવી ઉંચાઈ આપી છે અને વિશ્વમાં ભારતનું નામ આગળ વધાર્યુ છે.

 

UAE અને રશિયાએ ચૂંટણી સમયે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માન આપવા બાબતે તેમને જણાવ્યુ કે દુનિયાના દેશો તેમના સમય પ્રમાણે સન્માન આપે છે. આપણા દેશમાં પણ આપણે પદ્મશ્રી, પદ્મભૂષણ આપ્યા તે સમયે બીજા દેશમાં શું ચાલી રહ્યુ છે તે ધ્યાન ન હોય, તેની આલોચના કરવાનું કોઈ લોજીક નથી.

 

બાલાકોટ અને બીજા મુદ્દે પણ વિદેશોએ જે રીતે જવાબો આપ્યા તે રીતે ભારતની પ્રતિષ્ઠા અને સંબંધ બાકી દેશો કરતા વધારે સારા બન્યા છે. છેલ્લા થોડા વર્ષોમાં ભારતે આજે વિશ્વમાં પોતાની જગ્યા બનાવી છે. પહેલા આપણે દર્શક હતા હવે આપણે ખેલાડી છે. ગ્લોબલ વોર્મિગ, પર્યાવરણના મુદ્દે ચર્ચા થતી હતી ત્યારે ભારતને એ રીતે જોવામાં આવતુ હતુ કે ભારત તેમાં રૂકાવટ પેદા કરશે પણ આજે દુનિયા કહી રહી છે કે ભારત લીડ કરી રહ્યુ છે.

અમે જે સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ તેમાં અમે દેશને હિસાબ આપવાનો નિર્ણય લીધો છે. 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે, ત્યારે અમે 75 પગલા એવા નક્કી કર્યા છે. જેને અમે 2022 સુધી પુરા કરીશુ.

તેમને ગુજરાત વિશે કહ્યુ કે 2014માં જે રીતે ગુજરાતની જનતાએ ગુજરાતને કોંગ્રેસ મુક્ત કર્યુ હતુ. 26માંથી 26 સીટ ભાજપને જીતાડી હતી, તે રીતે જ આ વખતે પણ ગુજરાતની જનતા ભાજપને 26 સીટો પર વિજય બનાવશે.

 

PM Modi on his way to meet to mother Hiraba in Gandhinagar- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

રબારી અને માલધારી સમાજે ખોલ્યો સરકાર સામે મોરચો, ચૂંટણીમાં સમાજના ઉમેદવાર નહીં તો વોટ નહીં!

Read Next

ઉત્તર પ્રદેશ પોલીસે કર્યુ એવુ કામ, થઈ રહી છે દરેક બાજુ ‘વાહ વાહ’

WhatsApp chat