મોદી સરકાર 21 ફેબ્રુઆરીના તમામ વર્ગના લોકોને આપશે મોટી ભેટ, 6 કરોડ કર્મચારીઓને મળશે લાભ

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર મધ્યવર્ગના લોકોને વધુ એક ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં સૌ પ્રથમ આવક મર્યાદામાં રાહત આપ્યા પછી 21 ફેબ્રુઆરીના સરકાર મોટી ભેટ આપી શકે છે. જેનો લાભ પણ દેશના કરોડો લોકોને મળશે.

 

મોદી સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠ એટલે કે EPFOના 2018-19 માટે પ્રોવિડેન્ટ ફન્ડ (PF)ના વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. એક અહેવાલ અનુસાર 21 ફેબ્રુઆરીના યોજાનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી સીબીટીની બેઠકમાં PF પર વ્યાજના દરને જેમને તેમ રાખવા અને વધારો કરવા પર નિર્ણય કરી શકે છે.

આ પણ વાંચો : ગોટાળાબાજોની દુનિયામાં સુરતની એક વ્યક્તિ નીકળી સૌથી ઈમાનદાર માણસ, ભાડાના ઘરમાં રહેતા એક ગુજરાતીને મળ્યા લાખો રૂપિયાના હીરા

હાલમાં EPFOનો વ્યાજ દર 2017-18 માં 8.55 ટકા છે. જે પણ છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો છે. 2016-17માં 8.65 ટકા તો 2013 થી 2015માં 8.75 ટકા હતો. જેના પર હવે તમામ વર્ગના કર્મચારીઓને લાભ મળી શકે છે. હવે 21 ફેબ્રુઆરીના સીબીટી બેઠકમાં લેબર મિનિસ્ટર નિર્ણય લઈ શકે છે, જેમને બેઠક પહેલાં PF બોડી દ્વારા વ્યાજના દર વધારવા માટેની ભલામણ કરવામાં આવી છે.

[yop_poll id=1372]

Ahmedabad: CID raids shop making duplicate cloth of a branded company in Gheekantha- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

ગુજરાતમાં ભાજપ પોતાના જ સાંસદો પર કરાવી રહી છે 10 એજન્સીઓ પાસેથી સર્વે, જાણવા માગે છે જનમાનસનું મન, રીપોર્ટના આધારે મળશે સાંસદોને ટિકિટ

Read Next

TRAIએ વધારી ટીવી ચેનલો પસંદ કરવાની અંતિમ તારીખ, જાણો કઈ છે છેલ્લી તારીખ અને કેવી રીતે પસંદ કરશો નવું પેકેજ

WhatsApp chat