નરેન્દ્ર મોદીનું ગુવાહાટીમાં સ્વાગત થયું કાળા ઝંડા અને ‘Go Back’ના સૂત્રોથી, જુઓ VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના નોર્થ ઈસ્ટની મુલાકાત પર છે. શુક્રવારે સાંજે મોદી ગુવાહાટી પહોંચ્યા જ્યાં પ્રદર્શનકારીઓએ કાળા ઝંડા બતાવીને તેમનો જોરદાર વિરોધ કર્યો.

સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલને લઈને પ્રદર્શનકારી પીએમ મોદીનો વિરોધ કરી રહ્યાં હતા જેમાં ઘણાં સિવિલ સોસાયટી ગ્રુપ ઉપરાંત ઑલ અસમ સ્ટુડન્ટ્સ યૂનિયનના પ્રદર્શનકારીઓ પણ સામેલ હતા.

કહેવાઈ રહ્યું છે કે શનિવારે પણ વડાપ્રધાન વિરૂદ્ધ ઘણાં પ્રદર્શનકારી સંગઠન પૂર્ણ યોજના સાથે વિરોધ પ્રદર્શન કરશે. સિટિઝનશિપ અમેન્ડમેન્ટને લઈને અરૂણાચલ પ્રદેશ, અસમ અને ત્રિપુરામાં ભાજપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.

 

READ  ખેડૂતોના સૌથી વધુ આપઘાતથી પરેશાન દેશના આ રાજ્યના ખેતૂરોમાં હવે પાણીથી ચાલશે ટ્રૅક્ટર, લાખો ખેડૂતોને થશે ફાયદો

પ્રધાનમંત્રી મોદીનો કાફલો જ્યારે ગુવાહાટી એરપોર્ટથી થઈને રાજભવન તરફ જઈ રહ્યો હતો ત્યારે ઘણાં પ્રદર્શનકારીઓએ કાળા ઝંડા બતાવ્યા. અને ‘નરેન્દ્ર મોદી ગો બેક’ના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા.

ઉલ્લેખનીય છે કે હાલ સિટીઝનશિપ અમેન્ડમેન્ડ બિલને લઈને પૂર્વોત્તરમાં આંદોલન થઈ રહ્યું છે જેને લઈને આ વિરોધ કરાઈ રહ્યો છે.

READ  ચક્રવાતને રોકવા ડોનાલ્ડ ટ્રંપે આપી એવી સલાહ છે કે અધિકારીઓના હોંશ ઉડી ગયા

આ વિવાદાસ્પદ કાયદાને લઈને આ ક્ષેત્રમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો બાદ મોદીની આ પહેલી યાત્રા છે. ખૂબ જલ્દી રાજ્યસભામાં સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ રજૂ કરવાની આશા છે.

આ બિલ પાસ થયા બાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનના ગેરકાયદે શરણાર્થીઓને ત્રિપુરામાં રહેવાની અને દેશની નાગરિકતા મળશે. આ બિલમાં મુસ્લિમ ન હોય તેવા લોકો જ સામેલ છે જેમને ભારતની નાગરિકતા મળશે.

READ  જાણો ભાજપના પ્રવક્તા પર શક્તિ ભાર્ગવે કેમ જૂતું ફેંક્યું, આ કારણથી જ ગુસ્સે ભરાયા છે ભાર્ગવ!

[yop_poll id=1243]

Ahmedabad: People throng petrol pumps since early morning to get PUC certificates | Tv9GujaratiNews

FB Comments