વડાપ્રધાન મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાસણીમાં, મહાકાલ એક્સપ્રેસ સહિત 30 પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે

PM Modi in Varanasi today; to launch over 30 projects PM Modi aaje temna sansadiya vistar varanasi ma mahakal express sahit 30 projects nu inauguration karse

વડાપ્રધાન મોદી આજે 16 ફેબ્રુઆરીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસ પર છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. તે સિવાય વડાપ્રધાન મોદી લગભગ 30થી વધારે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી વારાણસીને 1,200 કરોડ રૂપિયાથી વધારેની ભેટ આપી શકે છે.

 

મહાકાલ એક્સપ્રેસ 3 તીર્થ કેન્દ્રો વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડશે. તેની સાથે જ વડાપ્રધાન પં.દીનદયાલ ઉપાધ્યાય મેમોરિયલ સેન્ટરમાં બનેલા પં.દીનદયાલ ઉપાધ્યાયની 63 ફુટ ઉંચી પ્રતિમાનું પણ અનાવરણ કરશે. વડાપ્રધાનના સ્વાગત માટે કાશીને સજાવવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વારાણસીની બેઠક પરથી PM મોદી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ગુજરાતી સમાજમાં છવાયો છે આવો ઉત્સાહનો માહલો

વડાપ્રધાન મોદીની આગેવાની રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કરશે. સાથે જ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તમામ કાર્યક્રમોમાં વડાપ્રધાનની સાથે રહેશે. ત્યારે મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથે ટ્વીટ કરીને વડાપ્રધાનનું વારાણસીમાં સ્વાગત કર્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે શ્રી જગતગુરૂ વિશ્વરાધ્ય ગુરૂકુળના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં ભાગ લેશે. આ અવસર પર વડાપ્રધાન 19 ભાષાઓમાં શ્રી સિદ્ધાન્ત શિખમણી ગ્રંથના અનુવાદિત સંસ્કરણ અને તેની મોબાઈલ એપ્લિકેશનનું વિમોચન કરશે.

READ  અમદાવાદ: વકીલોની વેદના, જુનિયર વકીલોની કાર્ટમાં રેગ્યુલર કામકાજ શરૂ કરવાની માગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વડાપ્રધાન તેમના પ્રવાસમાં BHUમાં 430 બેડની સુપર સ્પેશિયાલિસ્ટ સરકારી હોસ્પિટલની પણ ભેટ આપશે. લગભગ 3 વાગ્યે વડાપ્રધાન મોદી પંડિત દીનદયાલ ઉપાધ્યાય હસ્તકલા સંકુલમાં સાંસ્કૃતિક, કલા અને હસ્તશિલ્પ પ્રદર્શનોનું શુભારંભ કરશે.

 

FB Comments