કૃષ્ણ, ગાંધીજી અને સ્વચ્છતા, જાણો ‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ શું કહ્યું

વડાપ્રધાન મોદીએ તેમના રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ દ્વારા દેશને સંબોધન કર્યુ. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઘણા મુખ્ય વિષયો પર વાત કરી. તેમને ભગવાન શ્રીકૃષ્ણ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કર્યા.

સાથે જે સ્વચ્છતા અભિયાન, ફિટ ઈન્ડિયા સહિત ઘણા મુદ્દા પર પોતાની વાત કરી. તેમને કહ્યું કે થોડા દિવસોથી આપણે લોકો ઘણા તહેવાર ઉજવ્યા, શનિવારે દેશમાં શ્રીકૃષ્ણ જન્મ-મહોત્સવ મનાવવામાં આવ્યો. મિત્રતા કેવી હોય તો સુદામાવાળી ઘટના કોણ ભૂલી શકે છે અને યુદ્ધભૂમિમાં એટલી બધી મહાનતાઓ છતાં પણ તેમને સારથીનો ભાર સ્વીકાર્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહાન ભારતની મુલાકાત માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરફોર્સ-વનમાં થયા સવાર

‘મન કી બાત’માં વડાપ્રધાનએ કહ્યું કે આજે ભારત એક મોટા ઉત્સવની તૈયારીમાં લાગેલુ છે અને તે છે મહાત્મા ગાંધીની 150મી જયંતી. વડાપ્રધાન મોદીએ કહ્યું ગાંધીજીએ ખેડૂતોની સેવા કરી, જેમની સાથે ચંપારણમાં ભેદભાવ થઈ રહ્યો હતો. જે મિલ કામદારોને યોગ્ય વેતન મળતું ન હતું તેમની સેવા કરી. ગાંધીજીએ ગરીબ, નિરાધાર અને કમજોર લોકોની સેવાને પોતાના જીવનનું કર્તવ્ય માન્યુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડાપ્રધાને કહ્યું કે સત્યની સાથે ગાંધીજીનો જેટલો અતૂટ સંબંધ રહ્યો છે, સેવાની સાથે પણ એટલો જ અતૂટ સંબંધ રહ્યો છે. મહાત્મા ગાંધી અગણિત ભારતીયોના અવાજ બન્યા પણ માનવ મૂલ્ય અને માનવ ગરિમા માટે એક પ્રકારે તે દુનિયાના અવાજ બની ગયા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે 2 ઓક્ટોબરના લગભગ 2 અઠવાડિયા સુધી દેશભરમાં ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન ચલાવતા રહ્યા. આ વખતે 11 સપ્ટેમ્બરથી શરૂ થશે.

READ  VIDEO: ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર સહિતના હોદ્દેદારોના નામ જાહેર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્લાસ્ટિકની વિરૂદ્ધ નવુ જન-આંદોલન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વખતે 2 ઓક્ટોબરે જ્યારે બાપૂની 150મી જયંતી ઉજવવામાં આવશે. ત્યારે તે દિવસે સમગ્ર દેશમાં પ્લાસ્ટિકની વિરૂદ્ધ એક નવું જન-આંદોલન શરૂ કરીશું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જાગૃતિના અભાવને કારણે ગરીબ અને સમૃદ્ધ બંને પરિવારો કુપોષણથી પ્રભાવિત છે. દેશમાં સપ્ટેમ્બર મહિનો ‘પોષણ અભિયાન’ તરીકે મનાવવામાં આવશે.

READ  ઍર ચીફ માર્શલ ધનોઆએ વાતો-વાતોમાં કર્યો ઇશારો, પાકિસ્તાનમાં મોજૂદ આતંકીઓ વિરુદ્ધ ફરી અને વધુ કંઈક ‘મોટું’ થવાની છે શક્યતા

[yop_poll id=”1″]

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ

વડાપ્રધાને કહ્યું કે આ નવુ ભારત છે. અમે લક્ષ્યોને ઝડપી જ પુરા કરીએ છીએ. અમે 2019માં જ વાઘની સંખ્યા બમણી કરી દીધી છે. ભારતમાં વાઘની સંખ્યા જ નહી પણ સંરક્ષિત વિસ્તારો અને કમ્યુનિટી રિઝર્વની સંખ્યા પણ વધી છે. ભારતમાં વાઘની સંખ્યા 2,967 છે. વડાપ્રધાને કહ્યું 29 ઓગસ્ટે ‘રાષ્ટ્રીય રમત દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ અવસર પર અમે દેશભરમાં ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ શરૂ કરવાના છીએ.

 

Oops, something went wrong.
FB Comments