વડાપ્રધાન મોદીના ‘મનની વાત’, કોરોના સામે યોગ અને આયુર્વેદ મહત્વપૂર્ણ

PM Modi na Mann ni vat corona same yog ane aayurved mahatvapurn

વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં એક વખત ફરીથી દેશવાસીઓને સંબોધિત કર્યુ. તેમને સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે ગઈ વખતે જ્યારે મેં તમારી સાથે ‘મન કી વાત’ કરી, ત્યારે ટ્રેન બંધ હતી, હવાઈ સેવા બંધ હતી. આ વખતે ઘણુ બધુ ખુલી ચૂક્યુ છે. ત્યારે આપણે વધારે સતર્ક રહેવાની આવશ્યકતા છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે કોરોનાથી થતો મૃત્યુદર પણ આપણા દેશમાં ખુબ ઓછો છે. જે નુકસાન થયું છે, તેનું દુ:ખ બધાને છે પણ જે કંઈ પણ આપણે બચાવી શક્યા છે, તે નિશ્ચિત રીતે દેશની સામૂહિક સંકલ્પશક્તિનું જ પરિણામ છે. વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું કોરોના સામે યોગ અને આયુર્વેદ ખુબ મહત્વપૂર્ણ છે. આત્મનિર્ભર ભારત દેશને એક નવી ઉંચાઈ લઈ જશે.

READ  અમદાવાદમાં વધુ એક કોરોનાનો કેસ, VS હોસ્પિટલમાં કામ કરતી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments