વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસથી ભાજપે લોકસભાની 15 બેઠકો પર ડેમેજ કંટ્રોલ કરવાની કરી શરૂઆત

પીએમ નરેન્દ્રમોદીના બે દિવસિય પ્રવાસથી 15 સીટો ઉપર થશે અસર

વડાપ્રધાન નરેન્દ્રમોદી બીજેપી માટે ગુજરાતમાં હંમેશા પ્રચાર માટે સુપર સ્ટાર રહ્યા છે. તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત પ્રવાસની અસર ઓછામાં ઓછી 15 લોકસભા સીટ ઉપર પડશે તેમ માનવામા આવે છે. 

વડાપ્રધાનનુ મિશન ગુજરાત હેઠળ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ટાર્ગેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે.  મુલાકાત દરમિયાન તેઓએ સૌરાષ્ટ્રથી માંડી ઉત્તર ગુજરાત ઉપર વધુ ફોક્સ કર્યુ, જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગરમાં સૌની યોજનાના લોકાર્પણ કર્યુ.  જેનો સીધો લાભ સૌરાષ્ટ્રમાં મળવાનો છે. વડાપ્રધાન હજુ પણ સૌરાષ્ટ્રમાં અનેક કાર્યક્રમો ગોઠવાઇ રહ્યા છે,લોકસભા ઇલેક્શન પહેલા સૌરાષ્ટ્રને મજબુત કરવાની જરુર બીજેપી માટે એટલા માટે પડી છે કે 2017ના વિધાનસભામાં સૌથી મોટુ નુકશાન ભાજપને અહી જ થયું હતું. , સૌરાષ્ટ્રમા ખેડૂતોની નારાજગી, પાટીદારોનો આદોલન વગેરે મોટા પડકારો હતા તે સિવાય કેન્દ્ર સરકારે રાજકોટને એઇમ્સ આપીને સૌરાષ્ટ્રવાસીઓને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે.  વધુમાં  ઉત્તર ગુજરાત એટલે કે અમદાવાદ સિવિલ પરિસરમાં 4 નવી  હોસ્પિટલ,અમદાવાદ શહેરને મેટ્રોની સોગાત અપાઇ છે. ઉપરાંત લેઉઆ અને કડવા પાટીદારોના કાર્યક્રમમાં હાજરી આપીને PMએ પાટીદારોની નારાજગી દુર કરવાનો પ્રયત્ન કર્યો છે.

READ  મુંબઈ: સિદ્ધિવિનાયક મંદિરના દરવાજાઓ મઢાયા સોનાથી, જુઓ નજારો

પાટીદારોને મનાવવાની રણનીતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના મંદીરનો શિલાન્યાસ કર્યો, જેમાં કડવા પાટીદારોની નારાજગી દુર કરવા તેઓએ પુરતા પ્રયત્ન કર્યા તો સાથે અન્નપુર્ણા માતા મદિર અને શિક્ષણ સંકુલના શિલાન્યાસથી લેઉઆ પાટીદારોને મનાવવાના પ્રયત્નો પણ થશે. 10 ટકા ઇબીસીની જાહેરાત બાદ સમસ્યાના સમાધાન માટે બીજેપી સમાજિક રીતે પ્રયાસ કર્યો, પીએમ નરેન્દ્ર મોદીના બે દિવસીય પ્રવાસથી 15 સીટો ઉપર થશે અસર તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પાટીદારોની લોકસભા સીટો ઉપર અસર

પાટીદારોની અસરની વાત કરીએ તો મહેસાણા, અમદાવાદ પુર્વ, ગાંધીનગર, ભાવનગર, જામનગર, સુરત, અને અમરેલી જેવી આઠ લોકસભા સીટો ઉપર પડે છે. આ સમયે કડવા અને લેઉઆ પાટીદારો બન્ને મળી જાય તો હજુ પણ બે સીટો આણંદ અને ખેડાની સીટો મળી દસ લોકસભા સીટો ઉપર પ્રભાવ પડી શકે તેમ છે. જો  પાટીદારો માનશે તો બીજેપીનો રેકોર્ડ બ્રેક સીટ મેળવીને જીતવાની રણનીતિ સફળ થઇ શકે છે. જે રીતે પીએમના આગમન પુર્વે પાસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસે નજર કેદ કર્યા કે પછી ડીટેઇન કર્યા તેનાથી લાગે છે કે પાટીદાર યુવાનોનો એક વર્ગ હજુ પણ વડા પ્રધાન નરેન્દ્રમોદી અને ભાજપથી નારાજ છે.

READ  PMએ લોકડાઉનને ગંભીરતાથી લેવા લોકોને કરી ફરી અપીલ, તંત્રને કડક પગલાં લેવાની આપી સૂચના

આ પણ વાંચો : ભારતની એર સ્ટ્રાઇક સમયે જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં 300 મોબાઇલ હતા સક્રિય, પુરાવાને લઇને ટેક્નીકલ રિસર્ચ ટીમનો સૌથી મોટો દાવો

મેટ્રો અને માનધન યોજના શહેરી વિસ્તારોમાં અપાવશે લાભ

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જે રીતે મેટ્રોના પ્રથમ ફેઝનો ઉદ્ઘાટન કર્યું તેના કારણે શહેરી મતદારો ઉપર સીધી અસર પડશે. જેમાં સુરત બરોડા,અમદાવાદ ગાંધીનગરમાં બીજેપીને લાભ મળી શકે છે. તે સિવાય માનધન યોજનાથી અસંગઠીત મજુરોને પેન્શન યોજનાનો લાભ મળવાથી તેવા 3 ટકા વોટ પણ બીજેપી તરફે શિફ્ટ થાય તેવી સંભાવના બીજેપીના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

READ  કમોસમી વરસાદથી પાક નુકસાન માટે સહાયમાં ઓનલાઈન અરજીની સમય મર્યાદાનો વધારો

વડા પ્રધાન નરેન્દ્રમોદીના બે દિવસ પ્રવાસથી 15 સીટો મજબુત

લોકસભા ઇલેક્શનની જાહેરાત પહેલા જે રીતે વડા પ્રધાન નરેન્દ્રમોદીની બે દિવસીય પ્રવાસમાં છ કાર્યક્રમોનો રાખ્યા તેનાથી 15 લોકસભા સીટો ઉપર બીજેપી પોઝીટીવ થશે તેમ માનવામાં આવે છે. સીટોની વાત કરીએ તો અમદાવાદ પુર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર ભાવનગર, જામનગર રાજકોટ, મહેસાણા સુરત ભાવનગર, જામનગર ખેડા આણંદ બરોડા અને અમરેલી ઉપર પડશે. બીજેપી માને છે કે વડા પ્રધાનના પ્રચાર અભિયાનથી ગુજરાતમાં બીજેપીને 26 સીટો જીતવાથી કોઇ નહીં અટકાવી શકે પણ રેકોર્ડ માર્જીનથી જીત મળે તેના માટેના પ્રયાસો છે.

Ahmedabad : Jama Masjid Imam urges people to celebrate Shab-e-Barat at homes this year

FB Comments