‘ગુજરાતની પહેલી મેટ્રો’ વડાપ્રધાન મોદીએ મૂકબધિર બાળકોની સાથે માણી અમદાવાદ મેટ્રો ફેઝ-1ની રાઈડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. આજે જામનગરમાં સભા બાદ તેઓ ઉમિયાધામ જાસપુર ખાતે પહોંચ્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે તેમણે જામનગર શહેર ખાતે સભાને સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી જાસપુર ખાતેના ઉમિયાધામ પહોંચ્યા હતા. મોદીએ ત્યાં ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું હતું. જાસપુરમાં આવેલાં ઉમિયાધામ ખાતે ભૂમિપૂજન કર્યા બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લીલી ઝંડીને આપીને ટ્રેનને રવાના કરી હતી. તેમણે મેટ્રોમાં મૂકબધીર વિદ્યાર્થીઓ સાથે મુસાફરી કરીને ફેઝ-1નું નિરીક્ષણ કર્યું હતું.

READ  World Emoji Day: જાણો સૌપ્રથમ વખત કોણે અને ક્યારે બનાવી ઈમોજી
Oops, something went wrong.
FB Comments