જાણો શું છે જળ જીવન મિશન, જેના માટે મોદી સરકાર 3.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે

દેશના 73માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યુ. વડાપ્રધાન પોતાના ભાષણમાં પાણીની સુરક્ષા માટે જળ જીવન મિશનની નવી યોજનાની જાહેરાત કરી અને તેના વિશે જાણકારી આપી. જાણો આ મિશન શું છે .

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દેશમાં હાલ એવા ઘરો છે કે જેમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ નથી. તેમના જીવનનો મોટો સમય પાણી લાવવામાં જાય છે. આ સરકારે દરેક ઘરમાં પાણી, પીવાનું પાણી લાવવાનો સંકલ્પ કર્યો છે. આવનારા દિવસોમાં જળ જીવન મિશનને લઈને આગળ વધીશુ. તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને સાથે કામ કરશે. સરકારે 3.5 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ કરવાનો સંકલ્પ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીમાં હોટેલ બાદ હવે પેપર કાર્ડ ફૅક્ટ્રીમાં ફાટી નિકળી ભયંકર આગ, 20 ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે : જુઓ VIDEO

વડાપ્રધાનને વધુમાં જણાવ્યું કે વરસાદનું પાણી રોકવા, દરિયાઈ પાણી, માઈક્રો ઈરિગેશન, પાણી બચાવવાનું અભિયાન, સામાન્ય નાગરિક સજાગ થાય, બાળકોને પાણીના મહત્વનું શિક્ષણ આપવામાં આવે. વડાપ્રધાને લોકોને વિશ્વાસ આપતા કહ્યું કે 70 વર્ષમાં જે કામ થયુ છે. આવનારા 5 વર્ષમાં તેનાથી વધારે કામ થાય તેના પ્રયત્નો આપણે કરવાના છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રેલવેમાં મુસાફરી કરનારા તમામ યાત્રીકો માટે ખૂશ ખબર...જો તમારી ટ્રેન છૂટી જાય છે, તો તમને આ નિયમ અનુસાર મળી જશે પૂરતું રિફંડ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

પીવાના પાણીની સમસ્યા વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું કે જૈન મુનિ મહુડીએ લખ્યુ છે કે ભવિષ્યમાં એક દિવસ એવો આવશે જ્યારે પાણી દુકાનોમાં વેચાશે. 100 વર્ષ પહેલા તેમને કહેલી વાત સાચી પડી છે. આજે આપણે દુકાનમાંથી પાણીની ખરીદી કરીએ છીએ. જળ જીવન મિશનનું આ અભિયાન સરકારી ના બનવુ જોઈએ. સામાન્ય નાગરિકનું અભિયાન બનવું જોઈએ.

READ  જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે, ત્યારે આ વસ્તુ પર રહેશે લોકોની નજર

 

Top News Stories From Ahmedabad: 18/8/2019| TV9GujaratiNews

FB Comments