વડાપ્રધાન મોદીએ તિહાડ જેલની ધમકી આપતા NCPના નેતાઓએ મોદી સામે ખોલ્યો મોર્ચો, કર્યા પ્રહારો

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ મહારાષ્ટ્રના ગોંદિયામાં આયોજીત પ્રચાર સભામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓને તિહાડ જેલની ધમકી આપી, જેને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તેમના વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે.

https://youtu.be/Mxf1zJ8bYrM

પીએમ મોદીના આ નિવેદન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓએ તેમની આકરા શબ્દોમાં નીંદા કરી હતી. ધારાસભ્ય જીતેંદ્ર આવ્હાડે કહ્યું કે આવી ધમકીઓથી કોઈ ગભરાતું નથી.  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જીતેંદ્ર આવ્હાડનું કહેવું છે કે  “આ લોકો રોજ 24 કલાકમાં પાંચ-પાંચ મિનિટે વિરોધીઓને ડરાવવાનું કામ કરે છે, તમને પણ પકડીશું, તમારાથી કોઈ ડરતું નથી,ધરપકડનો ડર બતાવીને લોકોને ભગાવનારા તમે હશે, અમે નહીં”

 

READ  મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણઃ NCPના પ્રવક્તાનું નિવેદન, શિવસેના તૈયાર હશે તો અમે વિચારીશું

 

મોદી અને ફડણવીસ સરકારના કાર્યકાળમાં બેહિસાબી સંપત્તિના મામલામાં સૌથી વધુ સમય જેલમાં ગુજારનારા એનસીપી નેતા છગન ભુજબળ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છગન ભુજબળે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે ઈડીના કેસ તમામ વિરોધીઓ પર જ નાખવામાં આવ્યા છે.. “ચિદમ્બરમ પર છે, પંડિત જવાહરલાલ નહેરુની સંસ્થા નેશનલ હેરાલ્ડ પર નાખ્યો છે, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ફસાવવાનો પ્રયાસ છે. હુડા પર છે, એવી દરેક વ્યક્તિને તપાસ અને ધરપકડનો ડર દેખડવામાં આવે છે, જેઓ તેમના વિરોધમાં બોલે”

 

READ  FLASHBACK 2019: દેશની આ 10 પ્રસિદ્ધ વ્યક્તિઓએ દુનિયાને કહી અલવિદા

Surat youngsters create song for Trump-Modi | Tv9Gujaratinews

FB Comments