આજે વડાપ્રધાન મોદી દેશના કેટલાક સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, ગુજરાતના 6 જેટલા સરપંચો સામેલ

PM Modi to address Gram Panchayats to mark National Panchayati Raj Day today aaje PM Modi desh na ketlak sarpancho sathe video conferance karse Gujarat na 6 jetla sarpancho samel

24મી એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે પીએમ નરેન્દ્ર મોદી દેશના કેટલાક સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરશે. કોરોનાના સંકટ વચ્ચે પીએમ મોદીનું સરપંચોને આ મહત્વનું સંબોધન હશે. આ પ્રસંગે પીએમ મોદી ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મોબાઇલ એપની પણ શરૂઆત કરાવશે. ત્યારે સાથે જ કોરોના કાળમાં ગામડામાં લૉકડાઉનનું પાલન અને તે અંગે ગામના સરપંચોએ કરેલા પ્રયાસોથી પણ અવગત થશે.

READ  ભાવનગરના એક દર્દી સાથે ગુજરાતમાં કોરોનાના કેસ 88 થયા, જાણો વિગત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વપૂર્ણ છે કે પીએમ મોદી આ અંગે ટ્વીટ કરીને સરપંચો સાથેના સંવાદ અંગે જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદી ગુજરાતના કેટલાક ગામોના સરપંચો સાથે પણ સંવાદ કરશે. જેમાં મહેસાણાના બેચરાજી, ભુજના કુનરિયા, સાબરકાંઠાના અનિયોડ, બોટાદના માંડવા, પાટણના કનેસરા, ભાવનગરના કાનપર ગામના સરપંચો સાથે પીએમ મોદી સંવાદ કરશે.

READ  કોરોનાને લઈ એડીશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાનું નિવેદન, અમદાવાદમાં એક-બે દિવસમાં સ્થિતિ સામાન્ય થશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો કે પીએમ મોદીના સંવાદનું આમંત્રણ મળતા જ આ ગામના સરપંચોમાં ખુશીની લહેર ફરી વળી છે. ભુજના કુનરીયા ગામના સરપંચે કોરોના સામે લડવા પોતાની આગવી સુઝબુઝ વાપરી અને લૉકડાઉનનો લોખંડી અમલ કરાવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મહિલાઓ પર અત્યાચાર કરનારા આરોપીઓને ઝડપી સજા આપવામાં આવે, સમાજસેવક અન્ના હજારેએ PM મોદીને લખ્યો પત્ર

 

બીજી તરફ પાટણના કનેસડા નજીક આવેલા નેદ્રા ગામમાં પોઝિટિવ કેસ આવતા કનેસડા ગામના સરપંચે તકેદારીના પગલા ભર્યા અને પોતાના ગામમાં સેનિટાઈઝેશન કરાવ્યું. દવાના છંટકાવ સાથે લોખંડી લૉકડાઉનનો અમલ કરાવ્યો. ગ્રામજનોને સેનિટાઈઝેશન અંગે જાગૃત કર્યા અને કોરોના વાઈરસને પોતાના ગામથી દૂર રાખ્યો.

FB Comments