દ.કોરીયા, સાઉદી અરબ અને UN પછી હવે આ દેશ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે સર્વોચ્ચ નાગરિક સન્માન

સંયૂક્ત અરબ અમીરાત પછી રશિયાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યુ છે.

રશિયાના દુતાવાસ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહ્યુ છે કે ભારતના વડાપ્રધાનને ભારત અને રશિયાની વચ્ચે અભૂતપૂર્વ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવશે.

 

4 એપ્રિલે UAEએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાનો નિર્ણય લીધો હતો. UAEના ક્રાઉન પ્રિન્સે નિવેદન આપતા કહ્યુ હતુ કે સંબંધોને વધારે મજબૂત કરવા માટે મારા મિત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ પહેલા પણ દ.કોરિયા, સાઉદી અરબ, અને UNમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણા સન્માનથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

READ  નીતિ આયોગના ઉપાધ્યક્ષને કોંગ્રેસના 'ન્યાય' સામે વાંધો ઉઠાવવાનો મોંઘો સાબિત થયો, ચૂંટણી પંચે રાજીવ કુમારને આપી નોટિસ

 

Oops, something went wrong.
FB Comments