PM મોદી પુલવામા, ઍર સ્ટ્રાઇક અને અભિનંદન પ્રકરણ બાદ પહેલી વાર ગુજરાતમાં, કોણ-કોણ હશે નિશાને ? જાણો 2 દિવસનો આખો કાર્યક્રમ : VIDEO

પુલવામા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલી વાર પોતાના હોમ ટાઉન ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તમામની નજરો એ વાત પર છે કે મોદી ગુજરાતમાં શું કરશે, શું બોલશે ?

 

મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે બપોરે લગભગ 12 વાગ્યે જામનગર પહોંચશે કે જ્યાં તેઓ સૌની યોજના હેઠળ નર્મદાના પાણીનું જામનગર માટે પ્રવાહિત કરશે. અહીં મોદી એક જાહેરસભાને પણ સંબોધવાના છે.

પીએમ મોદીનો બે દિવસીય પ્રવાસ અત્યંત વ્યસ્ત રહેવાનો છે. મોદી આજે જામનગરના કાર્યક્રમ બાદ અમદાવાદ આવશે અને જાસપુર ખાતે 1000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર વિશ્વ ઉમિયા ધામના વિશાળ સંકુલનું શિલાન્યાસ કરશે. મોદી બપોરે લગભગ 3 વાગ્યે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉંડેશનના કાર્યક્રમમાં સામેલ થશે અને ભૂમિ પૂજન કરશે.

રાજકીય દૃષ્ટિએ આ કાર્યક્રમ એટલા માટે મહત્વનો છે, કારણ કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને લઈને પાટીદારો ભાજપથી કથિત રીતે નારાજ છે. મોદી આ કાર્યક્રમ સાથે પાટીદારોને રિઝવવાનો ભરપૂર પ્રયત્ન કરશે. જોકે આ કાર્યક્રમ કડવા પટેલ સમાજનો છે.

નોંધનીય બાબત એ છે કે વિશ્વ ઉમિયા ફાઉંડેશન પાટીદારોનો બહુ મોટો સમૂહ છે. મોદી અહીં શિલાન્યાસ બાદ જાહેરસભાને પણ સંબોધશે. ત્યાર બાદ પીએમ મોદી સાંજે 4.30 વાગ્યે અમદાવાદના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટનો પાયો નરેન્દ્ર મોદીએ પોતે જ મુખ્યપ્રધાન તરીકે નાખ્યો હતો.

સાંજે છ વાગ્યે પીએમ મોદી અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ સંકુલમાં નિર્મિત 1200 બેડની હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરશે અને સાથે જ આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. ત્યાર બાદ તેઓ રાજભવન જશે અને રાત્રિ વિસામો ત્યાં જ કરશે.

પીએમ મોદી આવતીકાલે ગાંધીનગરના અડાજલ ખાતે નવનિર્મિત મંદિરમાં માતા અન્નપૂર્ણાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લશે. ત્યાર બાદ તેઓ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે મંદિર સંકુલમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર તાલીમ-સહ-છાત્રાવાસની આધારશિલા મૂકશે.

કારણ કે મોદી પુલવામા આતંકી હુમલા, ઍર સ્ટ્રાઇક અને અભિનંદનની વાપસી બાદના આખાય ઘટનાક્રમ બાદ પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે, તેથી તમામ લોકોની નજર એ વાત પર છે કે મોદી ગુજરાતમાં પોતાની જાહેરસભાઓ શું બોલશે ? મોદી પોતાના સંબોધનોમાં કોને-કોને નિશાને લેશે ? કહેવાય છે કે મોદી એક તીરથી અનેક નિશાન સાધવાની કોશિશ કરશે કે જેમાં તેઓ પહેલો વારો પાકિસ્તાનનો કાઢશે, પછી કૉંગ્રેસ અને આ સાથે જ ભારતમાં રહીને પાકિસ્તાનની ભાષા બોલનારાઓ પર પ્રહાર કરી શકે છે.

જુઓ VIDEO અને જાણો મોદીનો 2 દિવસનો આખો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ :

Ahmedabad: Suicide case of broker; Dy.SP and his brother booked in the matter- Tv9

FB Comments

TV9 Web Desk7

Read Previous

દેશના કરોડો ‘દેખતા’ લોકો સામે મહાન દૃષ્ટાંત મૂકશે રાજસ્થાનનો આ એક શખ્સ, શહીદોના પરિજનોને આપશે એટલી મોટી રકમ કે આપની આંખો પણ ખુલી જશે !

Read Next

એશિયન ગેમ્સમાં ફરી જોવા મળશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને કર્યો એવો મોટો નિર્ણય કે તમે પણ જોતા થઈ જશો એશિયન ગેમ્સ

WhatsApp chat