મનોહર પર્રિકરને રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજંલિ, જાણો કોણે શું કહ્યું?

ગોવાના મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરનું લાંબી બિમારીના કારણે નિધન થઈ ગયું. મનોહર પર્રિકરના જીવનથી નેતાઓ પણ પ્રભાવિત હતા અને તેમની સાદગીને સલામ કરતાં હતા.

મનોહર પર્રિકરના નિધનથી દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને રાષ્ટ્રીય શોક પણ જાહરે કરવામાં આવ્યો છે. તેમના આ નિધનથી ગમગીન થઈને દેશના રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાજંલિ આપી હતી.

1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાજંલિ આપતા કહ્યું હતું કે દેશ તેમની સેવાને હંમેશા યાદ રાખશે.

2.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રામનાથ કોવિંદે પોતાના ટ્વિટરના માધ્યમથી મનોહર પર્રિકરને શ્રદ્ધાજંલિ આપતા લખ્યું કે આ સાંભળીને દુખ થયું કે ગોવાના સીએમ હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમની સેવાને આ દેશ હંમેશા યાદ રાખશે.

3.અમિત શાહ
અમિત શાહે શ્રદ્ધાજંલિ આપતા કહ્યું કે સમગ્ર ભાજપ પર્રિકરના પરિવારની સાથે છે. ભગવાન તેમના પરીવારને આ દુખની ઘડીમાં સહન કરવાની શક્તિ આપે.

4. અખિલેશ યાદવ
અખિલશે યાદવે લખ્યું કે રાજનીતિક જીવનમાં પર્રિકરનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

5.પીયૂષ ગોયલ
પીયૂષ ગોયલે લખ્યું કે પર્રિકરજીના નેતૃત્ત્વ હંમેશા અમને પ્રેરણા આપશે.

6.દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે મનોહર પર્રિકરને શ્રદ્ધાજંલિ આપતા લખ્યું કે અમે નમ્ર, સાદગીપૂર્ણ, મૂલ્યવાન અને મહેનતુ ભારતના નેતા ગુમાવી દીધા છે.

7.રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદે લખ્યું કે આઈઆઈટીના તેજસ્વી સ્નાતક, ગોવાના મુખ્યમંત્રી, રક્ષા-મંત્રી અને હંમેશા સારી સરકારના ધ્યેયમાં માનનાર પર્રિકરજી તમે યાદ રહેશો.

8.રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ શ્રદ્ધાજંલિ આપતા  મનોહર પર્રિકરને ગોવાના સૌથી પ્રિય પુત્ર તરીકે સંબોધ્યા હતા.

9.પ્રિયંકા ગાંધી
માયાવતીએ મનોહર પર્રિકરને શ્રદ્ધાજંલિ આપતા લખ્યું કે હું તેમને એક જ વાર મળી છું જ્યારે તેઓ મારા માતા બિમાર હતા ત્યારે હોસ્પિટલ આવેલાં, તેમના આત્માને શાંતિ મળે.

10.માયાવતી
માયાવતીએ શ્રદ્ધાજંલિ આપતા લખ્યું કે મનોહર પર્રિકરના નિધનની ખબર અત્યંત દુ:ખદ છે. તેમના પ્રતિ સંવેદના છે.

 

READ  શરૂ થવા પહેલાં જ દેશની સૌથી ઝડપી ટ્રેન પર થયો વિવાદ, પછી રેલવે વિભાગે T-18 ના ભાડામાં કર્યો ફેરફાર

11.વિજય રુપાણી
ગુજરાતના સીએમ વિજય રુપાણીએ લખ્યું કે મનોહર પર્રિકરએ બંધુતા, સાદગી અને ઉચ્ચ વિચારોની સાથેનું જીવન જીવતા હતા. હું પ્રાર્થના કરીશ કે સર્વશક્તિશાળી તેમના પરિવારને હિંમત આપે.

 

READ  વિદેશ પ્રવાસ પર ફ્લાઈટની વચ્ચે રોકાવા માટે હોટલ બુક નથી કરતા પણ આ જગ્યા પર રોકાય છે વડાપ્રધાન મોદી

12.જિગ્નેશ મેવાણી
જિગ્નેશ મેવાણીએ લખ્યું કે મનોહર પર્રિકર આપણી વચ્ચે નથી રહ્યાં. આપણે તેને શ્રદ્ધાજંલિ અર્પિત કરીએ છીએ.

13. મમતા બેનર્જી

READ  લોકસભાની ચૂંટણી પહેલાં સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ મામલે સરકાર રજુ કરશે પોતાનો પક્ષ, શા માટે જરૂરી છે આજની સુનાવણી ?

મમતા બેનર્જીએ લખ્યું કે ગોવાના મુખ્યમંત્રીના નિધનથી દુખી છું.

14. અશોક ગેહલોત

અશોક ગેહલોતે પોતાની સંવેદના વ્યક્ત કરીને લખ્યું કે હું તેમના પરિવારની સાથે છું અને તેમના આત્માને શાંતિ મળે.

 

Oops, something went wrong.
FB Comments