વડાપ્રધાન મોદી ફરી એક વખત આવશે ગુજરાત મુલાકાતે, જાણો ક્યારે થશે આગમન અને ક્યાં શહેરમાં છે કાર્યક્રમ ?

pm modi to visit Gujarat

pm modi to visit Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે વડાપ્રધાન 17 જાન્યુઆરીના રોજ અમદાવાદની વીએસ હોસ્પિટલના નવા બિલ્ડીંગનુ ઉદ્ધાટન કરશે. જેને લઈને બોર્ડ મીટીંગ મળી હતી જોકે મીટીંગમા ટ્રસ્ટીઓની ગેરહાજર રહેતા અનેક સવાલો પણ ઉભા થથા.

PM Modi to visit gujarat in January

વીએસ હોસ્પિટલમા ચિનોઈ પ્રસૃતી ગ્રુપ વ્યવસ્થાપક મંડળ ટ્રસ્ટ અને મેડીકલ એજયુકેશન ટ્રસ્ટ (મેટ) નો વિવાદ ચરમસીમાએ પહોચ્યો છે. જુની વીએસ હોસ્પિટલના ટ્રસ્ટને મેટમા ફેરવી તેના પર કોર્પોરેશન પોતાનો સ્વતંત્ર સંચાલન લેવાના પ્રયત્નો કરી રહ્યા હોવાના આક્ષેપો ટ્રસ્ટી દ્રારા કરવામાં આવ્યા.  આ બાબતે વિપક્ષે પણ કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે વિપક્ષ દ્રારા કરાયેલા આક્ષેપો મેયરે ફગાવ્યા છે.

વિપક્ષના પ્રશ્નો :

નજીવી ફીએ એનએચએલ મેડિકલ કોલેજમા ભણતા વિધાર્થીઓને મેટના નામે સેલ્ફ ફાઈનાન્સ શા માટે કરાઈ ?
કર્મચારીના પગાર વીએસ કરે છે તો કર્મચારીઓની ટ્રાન્સફર મેટમા કેવી રીતે થઈ ?
450 કરોડના ખર્ચનો અંદાજ હતો તે 550 કરોડને પાર કેવી રીતે થયો ?
નવી હસ્પિટલનુ સંચાલન મેટ કરશે કે પછી મોટી કંપનીને બારોબાર સંચાલન સોંપી દેવાશે ?

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

કેવી છે નવી વીએસ હોસ્પિટલ ?

આ સરકારી હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ હશે. નવી બિલ્ડિંગના 18માં માળ પર હેલિપેડ બનાવવામાં આવ્યું છે. હોસ્પિટલમાં 1500 બેડ છે. જેમાં 1300 બેડ જનરલ વોર્ડની અને 200 બેડ સ્પેશ્યલ વોર્ડમાં છે. દર્દીઓ સાથે સગા સંબંધીઓને રહેવા માટે પણ વ્યવસ્થા કરાઇ છે. 32 જેટલા ઓપરેશન થિયેટર છે જે અત્યાધુનિક છે. 4 સિંગલ રૂમ છે, 36 ડિલક્ષ રૂમ છે જ્યારે 76 ડબલ શેરિંગ રૂમની સુવિધા છે.

VS HOSPITAL NEW BUILDING

ટ્રસ્ટી તેમજ વિપક્ષના નેતા દ્રારા ઉભા કરાયેલા સવાલોનો જવાબ નવા બિલ્ડીંગના ઉદ્ધાટન પહેલા મેયર દ્રારા આપવામાં આવશે કે કેમ. તે એક સવાલ છે. હાલમા તો મેયર અને મ્યુનિસિપલ કમિશ્નર વિવાદોના તમામ સવાલો બાબતે મૌન છે અને નજીકના સમયમા આ બાબતે સ્પષ્ટતા કરવાની ખાત્રી આપી છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Bhavnagar: Alang and surrounding areas witness rainfall| TV9GujaratiNews

FB Comments

Jignesh Patel

Read Previous

પંજાબમાં ટ્રેને લોકોને કચડ્યા તો ગુજરાતમાં સિહોને! જુઓ VIDEO

Read Next

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ધ્રૂજાવી દેતી ઠંડી

WhatsApp પર સમાચાર