નેશનલ વૉર મેમોરિયલમાં બોલ્યા વડાપ્રધાન, ‘મોદી રહે કે ના રહે આ દેશ રહેવો જોઈએ’

નેશનલ વૉર મેમોરિયલના ઉદ્ઘાઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શહીદ થયેલ જવાનોને તે નમન કરે છે. દેશ પર જ્યારે મુશ્કેલી આવી છે ત્યારે જવાનોએ દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.

દેશ પર જે ખતરો આવ્યો તેનો સામનો જવાનોએ વીરતાપૂર્વક કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જવાનોના હિત માટે ઘણાં નિર્ણય કરવામાં આવ્યા જેમાં OROP (One Rank One Pension) મુખ્ય હતો. સુરક્ષા ક્ષેત્રે ભારતને મજબૂત બનાવવાની દિશામાં મોટા પગલાં લેવામાં આવ્યા. સુરક્ષા ક્ષેત્રે FDIને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સુરક્ષા ક્ષેત્રે મેક ઈન ઈન્ડિયાને ખુબ સફળતા મળી છે. તેની અસરથી ઘણાં દેશો હવે ભારતની સાથે મળીને આગળ વધવા માંગે છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2009માં સેનાએ 1 લાખથી વધારે બુલેટપ્રુફ જેકેટ માંગ્યા હતા પણ UPAની સરકારમાં 5 વર્ષ સુધી આ કેસ લટકી રહ્યો છે. કેન્દ્રમાં જ્યારે NDA સરકાર આવી તો આ વિષયમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો. સરકારે 72000થી વધારે આધુનિક રાયફલને ખરીદવાનો નિર્ણય કર્યો છે.

READ  દિલ્લીમાં કારે અનેક લોકોને લીધા અડેફેટે, જુઓ VIDEO

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે રાફેલનો અવાજ ગુંજશે તો ભારતની તાકાત દુનિયાના એવા દેશો જોશે જે પહેલાથી જ સુરક્ષાક્ષેત્રમાં આગળ છે. વડાપ્રધાને પૂછયું કે દેશ જાણવા માગે છે કે ઈન્ડિયા પહેલા કે પરિવાર પહેલા છે. તેમને કહ્યું કે ‘મોદી રહે કે ના રહે આ દેશ રહેવો જોઈએ’. કોંગ્રેસ સરકારે ક્યારેય સરદાર પટેલ કે આંબેડકરના મહત્વને નથી સ્વીકાર્યું. તેમના માટે પરિવાર મોટો હતો. પહેલા એક પરિવારના જ વખાણ થતા હતા પણ હવે સમય બદલાઈ ગયો છે.

READ  દેશની એક જ હુંકાર, 'પુલવામાના જવાનોનું લોહી વ્યર્થ નહીં જાય, એક એક ટીપાનો જોરદાર બદલો લેવામાં આવશે'

[yop_poll id=1805]

Oops, something went wrong.

FB Comments