કાળા વસ્ત્રો સાથે મોદીએ કુંભમાં સ્નાન કર્યું તેના પર ભલે રાજકીય ટીકા થતી હોય પણ જ્યોતિષો કરી રહ્યા છે આ વાત

પ્રયાગરાજ અર્ધકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્નાન કરવાની સાથે જ એક તરફ રાજકારણ શરૂ થયું છે તો એક તરફ તેમના કાળા વસ્ત્રોના કારણે સવાલ થઈ રહ્યા છે. કેટલાંક ધર્મ જ્ઞાનીઓ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું કહે છે જ્યોતિષો ? 

જ્યોતિષ અરૂનેશ કુમાર શર્માના અનુસાર, સામાન્ય પ્રમાણે વસ્ત્રોનો પ્રયોગ નિશાકાલીન તથા તંત્રોક્ત પૂજામાં કરવામાં આવે છે. સાત્વિક તથા માંગલિક ધર્માનુષ્ઠાનમાં આ રંગ વર્જિત માનવામાં આવે છે. તેનું કારણ છે કે, કાળો સર્વગ્રાહ્ય રંગ છે. કાળા રંગ પર બીજો કોઈ જ રંગ ચઢતો નથી. આ રંગ સૌકોઈને પોતાનામાં સમાવી લે છે. કાળા વસ્ત્ર પહેરવા વ્યક્તિ તામસિક પ્રતિક સાથે પજા-અનુષ્ઠાન સાથે જોડાયેલો હોય તો તે સંપૂર્ણ ફળ પ્રાપ્તિ થતી નથી.

READ  VIDEO: ભરૂચમાં 200 રૂપિયાની રોજ કમાણી કરતા રિક્ષા ચાલકને 200 કરોડની GST નોટિસ

જ્યોતિષના અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગામાં આસ્થા સાથે ડુબકી લગાવી હતી. ગંગા સ્નાન ધર્માનુષ્ઠાનનો ભાગ ના હોવાના કારણે તેનો કોઈ ધાર્મિક સકારાત્મક-નકારાત્મક પ્રભાવ આ લોકો પર પડતો નથી. મોદીના સ્નાન સમયે તેમના ગળામાં રુદ્રાક્ષની માળા હોવાના કારણે શિવશંકર ભોળાનાથની કૃપા તેમની સાથે રહી છે.

આ પણ વાંચો : પુલવામા હુમલામાં NIA ને મળી મોટી સફળતા, વિસ્ફોટમાં ઉપયોગ થયેલી ગાડીના માલિકના ઘર સુધી પહોંચી ટીમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્નાને અંક શાસ્ત્ર પણ અલગ રીતે જોઇ રહ્યું છે. તેમના અનુસાર મોદીની જન્મતારીખ 17 સપ્ટેમ્બર 1950 છે. જેનો જન્માંક 8 છે અને તે શનિનો અંક છે. તેઓ શનિની સાડાસાતીના પ્રભાવમાં છે. સંભત: શનિને પ્રસન્ન કરવા માટે તેમણે કાળા વસ્ત્રો ધારણ કર્યા હોઈ શકે. જ્યોતિષોની દ્રષ્ટિએ તે વાત યોગ્ય પણ છે.

READ  ભાજપ સંગઠન સરચનમાં વિલંબ: મહારાષ્ટ્રના પરિણામોની ગુજરાત પર અસર, સંગઠનનું કોકડું ગુંચવાયું

આ તરફ શ્રી વિદ્યાપીઠ, કાશીના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ કહે છે કે, આપણા ત્યાં સનાતન ધર્મમાં રંગને લઈને તો કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ કોઈ મોટું પાપ હોય તો જરૂર કહેવામાં આવ્યું છે. વ્યક્તિ પહેરેલા વસ્ત્રો સાથે સ્નાન કરે તે યોગ્ય છે. જ્યારે કોઈનું મોત થાય ત્યારે સ્મશાનમાંથી પરત ફર્યા બાદ લોકો વસ્ત્રો સાથે જ સ્નાન કરે છે.

READ  મોદી સરકારે જવાનોની સુરક્ષા માટે લીધો એવો મહત્વનો નિર્ણય કે 7,80,000 જવાનોને પુલવામા જેવા આતંકી હુમલાથી બચાવશે !

વડાપ્રધાન મોદી એકલાં જ નથી કે જેમણે કાળા વસ્ત્રો પહેરીને સ્નાન કર્યું હોય. આ અગાઉ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ કુંભમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમણે પણ કાળા વસ્ત્રો સાથે જ સ્નાન કર્યું હતું.

[yop_poll id=1811]

School kids made to walk on fire in Palghar, Maharashtra | Tv9GujaratiNews

FB Comments