વડાપ્રધાન મોદી મેરઠથી સભા ગજવશે, 2 દિવસમાં કરશે દેશમાં 6 રેલીઓ

વડાપ્રધાન મોદી ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે પ્રચારમાં સક્રિય થઈ રહ્યાં છે. તેઓ મેરઠથી પોતાના પ્રચારની શરુઆત કરવાના છે.

વડાપ્રધાન મોદીએ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ત્રણ અઠવાડિયા વીતી જવા છતાં કોઈ રેલીને સંબોધી નથી. આગામી દિવસોમાં તે એકસાથે 6 રેલી માત્ર 2 દિવસના સમયમાં સંબોધશે. વડાપ્રધાન મોદી પોતાના ચૂંટણી પ્રચારની શરુઆત મેરઠ શહેરથી કરવા જઈ રહ્યાં છે. આગામી ગુરુવાર અને શુક્રવારે દેશભરમાં તેઓ મેરઠ, રુદ્રપુર અને જમ્મુમાં પોતાની રેલી કરશે.

 

READ  પેટાચૂંટણી 2019ઃ ખેરાલુમાં ઠાકોર VS ઠાકોરનો જંગ....જાણો આ બેઠકનો ભૂતકાળ અને કોણ બનશે ભવિષ્ય?

વડાપ્રધાન મોદીની રેલી મેરઠથી થવાનું કારણ એ છે કે મેરઠ પણ એ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે જ્યા 11 એપ્રિલના રોડ પ્રથમ ચરણમાં મતદાન થવાનું છે. આમ 28 માર્ચથી વડાપ્રધાન પોતાની સભાઓ ગજવવાનું શરુ કરી દેશે.

Oops, something went wrong.
FB Comments