કોરોનાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 21 અને 22 માર્ચનો ગુજરાત પ્રવાસ મુલતવી

PM Modis Gujarat visit cancelled due to Coronavirus pandemic

અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો હાહાકાર મચ્યો છે ત્યારે તકેદારીના પગલારૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 21 અને 22 માર્ચનો ગુજરાતનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. વડાપ્રધાન 21 અને 22 માર્ચે વડોદરાની મુલાકાત લેવાના હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના હતા. જો કે, જાહેર સ્થળોએ વધુ ભીડ એકત્ર ન થવા અંગે કેન્દ્ર સરકારના જાહેરનામાંને પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ હાલ મોકૂફ કરાયાની આરોગ્યમંત્રી નીતિન પટેલે આજે ગૃહમાં જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીની મુલાકાતની નવી તારીખો હવે પછી જાહેર કરાશે.

READ  #Monsoon2017 : Heavy rains cripple life in Sabarkantha; roads washed away - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આ વીડિયો જોઈ સૌ કૌઈ ચોંકી જશે! વલસાડની રાજહંસ મલ્ટીપ્લેક્સનો VIRAL VIDEO

 

FB Comments