બોડો પીસ એકોર્ડ બાદ PM મોદી પ્રથમ વખત આસામ પહોંચ્યા, “મારો આ જગ્યા સાથે જૂનો સંબંધ છે”

pm-narendra-modi-assam-visit-kokrajhar-rally-bodo-agreement-signing

ભારત સરકાર અને બોડો સમુદાયના કેટલાક ઉગ્રવાદી સંગઠન વચ્ચે બોડો પીસ એકોર્ડ થયો છે. આ એકોર્ડ બાદ PM મોદી પ્રથમ વખત આસામની ધરતી પર પહોંચ્યા છે. PM મોદી આજે કોકરાઝાર પહોંચ્યા હતા. અહીં સ્થાનિક પરંપરા મુજબ PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એકોર્ડ અંગે PM મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો. PM મોદીએ સાથે કહ્યું કે, આ સ્થાન સાથે મારો જૂનો સંબંધ છે. પરંતુ આજે જેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવો ઉત્સાહ ક્યારેય જોવા મળ્યો નથી.

READ  કપિલ શર્માએ શો પર કરી એક છોકરી સાથે એવી હરકત, ટીમે સલમાનખાનને કરી ફરિયાદ

 

આ પણ વાંચોઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી 24થી 27 ફેબ્રુઆરીની વચ્ચે આવશે ગુજરાત, મોટેરા સ્ટેડિયમમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે

મહત્વનું છે કે, ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં 27 જાન્યુઆરીના દિવસે બોડો એકોર્ડ પર હસ્તાક્ષર થયા હતા. એકોર્ડના બે દિવસની અંદર નેશનલ ડેમોક્રેટિક ફ્રંટ ઓફ બોડોલેન્ડના અલગ-અલગ સંગઠનોના આશરે 1615 ઉગ્રવાદીઓ દ્વારા હથિયાર મુકીને મુખ્યધારામાં જોડાયા છે. અને આ સમાધાન અનુસાર વિકાસ પેકેજ પણ જાહેર કરવાનો ઉલ્લેખ કરાયો છે. રૂપિયા 1500 કરોડ રૂપિયાનું એક પેકેજ જાહેર કરવાની વાત થઈ છે.

READ  થપ્પડ ફિલ્મ: Twitter પર અનુભવ સિન્હાને આવ્યો ગુસ્સો, અપશબ્દો લખ્યા બાદ માગી માફી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments