જાણો ‘PM નરેન્દ્ર મોદી’ બાયોપીક બનાવીને નિર્માતાઓ કેમ મુશ્કેલીમાં મુકાઈ ગયા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી બાયોપીક હવે ચૂંટણી પંચના સંકજામાં ફંસાઈ ગયી છે. ચૂંટણી પંચે ફિલ્મ નિર્માતાઓને નોટિસ ફટકારીને 30 માર્ચ સુધી જવાબ આપવા કહ્યું છે.

દિલ્હીની મુખ્ય ચૂંટણી ઓફિસથી મળેલી માહિતી મુજબ આ ફિલ્મ ચૂંટણી આચાર-સંહિતાનું ઉલ્લંઘન કરે છે. 5 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ની જાહેરાતોને લઈને 20 માર્ચના રોજ પ્રોડક્શન હાઉસ, મ્યૂઝિક કંપની અને 2 ન્યુઝપેપરને નોટિસ આપવામાં આવી છે. ફિલ્મ નિર્માતાઓને આ નોટિસનો જવાબ આપવા માટે 30 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

 

 

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહના મુજબ આ ફિલ્મની જાહેરાતો ચૂંટણીની આચાર-સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે. મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટીરિંગ કમિટીની મંજૂરી વિના કોઈપણ રાજનીતિક જાહેરાતો આપી શકાય નહીં. રિટર્નિંગ ઓફિસરને ચૂંટણી પંચે ક્હ્યું કે ચૂંટણી દરમિયાન રાજનીતિ અથવા રાજનેતાઓથી જોડાયેલી ફિલ્મોને લઈને નવા નિર્દશો બનાવી શકાય તેવી શક્યતા છે.

ઉપરાંત આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના પાત્રનો અભિનય કરનાર અભિનેતા વિવેક ઑબરોય પણ ભાજપ સાથે જોડાયેલા છે. કોંગ્રેેસે પણ આ ફિલ્મની રિલીઝની તારીખ બદલાવવાની માગણી કરીને કહ્યું હતું કે આ ફિલ્મના લીધે મતદારો પર અસર પડી શકે છે. આમ હવે રાજનીતિ સાથે સીધી રીતે સંકળાયેલી વડાપ્રધાન મોદીના જીવન આધારિત ફિલ્મના નિર્માતાઓને ચૂંટણી પંચને જવાબ આપવો પડશે.

 

Gir National Park to remain shut for four months from today | Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

પતિ અમદાવાદ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો અને પત્ની અમેરિકા ચાલી ગઈ

Read Next

શત્રુઘ્ન સિન્હા 28મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે, જાણો કયા ભાજપના દિગ્ગજ નેતાને આપશે ટક્કર?

WhatsApp પર સમાચાર